જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા અમદાવાદ ઝોનનો પોષણ સંગમ વર્કશોપ યોજાયો
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા અમદાવાદ ઝોનનો પોષણ સંગમ વર્કશોપ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ વર્કશોપનો મુખ્ય હેતુ કુપોષણ નિવારણ, સશક્ત માતૃત્વ અને સ્વસ્થ બાળપણને પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લા તથા તાલ
જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા અમદાવાદ ઝોનનો પોષણ સંગમ વર્કશોપ યોજાયો


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા અમદાવાદ ઝોનનો પોષણ સંગમ વર્કશોપ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ વર્કશોપનો મુખ્ય હેતુ કુપોષણ નિવારણ, સશક્ત માતૃત્વ અને સ્વસ્થ બાળપણને પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

વર્કશોપ દરમિયાન પોષણ સંગમ એપ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી. આ એપ દ્વારા પોષણ સંબંધિત માહિતી, માતા અને બાળકના આરોગ્યનું ડેટા મેનેજમેન્ટ તેમજ સર્વેક્ષણને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિકારીઓએ સમજાવ્યું કે ટેક્નોલોજીના ઉપયોગથી કુપોષણ સામેની લડત સરળ અને ઝડપી બને છે.

સાથે જ “મારું બાળક મારું જતન” અભિયાનની પણ વિગતવાર ચર્ચા થઈ. આ અભિયાન અંતર્ગત માતાઓને બાળકની સંભાળ, યોગ્ય આહાર, રસીકરણ અને સ્વચ્છતાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. વર્કશોપમાં નિષ્ણાતોએ સમજાવ્યું કે ગર્ભાવસ્થા થી લઈ પાંચ વર્ષની ઉંમર સુધીનું સમયગાળું બાળકના શારીરિક તથા માનસિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે, અને આ સમયમાં યોગ્ય પોષણ અને સંભાળ જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન હાજર આંગણવાડી બહેનોને વિવિધ પ્રવૃત્તિઓ મારફતે જાગૃતિ ફેલાવવાની દિશામાં પ્રેરણા આપવામાં આવી. જિલ્લા પંચાયતના અધિકારીઓએ જણાવ્યું કે સરકારની પોષણ અભિયાન યોજનાઓને તળિયાના સ્તરે પહોંચાડવા માટે આ વર્કશોપ મહત્વપૂર્ણ છે.

આ વર્કશોપથી મહેસાણા જિલ્લામાં પોષણ જાગૃતિનો નવો માઇલસ્ટોન સ્થાપિત થશે અને “સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક”ના સંદેશ સાથે સમાજને સકારાત્મક દિશામાં આગળ વધારવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande