લિંચ ગામે “મન કી બાત” કાર્યક્રમ સરપંચ સહિત કાર્યકર્તાઓએ નિહાળ્યો
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): આજ રોજ “મન કી બાત” કાર્યક્રમ મહેસાણા તાલુકાના લિંચ ગામે સરપંચ વિપુલભાઈ પટેલના નિવાસસ્થાને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર સાંભળવામાં આવ્યો. ખાસ કરીને બુથ નં. 2ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકત્રીત થઈ
લિંચ ગામે “મન કી બાત” કાર્યક્રમનો સૌહાર્દપૂર્ણ માણ


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): આજ રોજ “મન કી બાત” કાર્યક્રમ મહેસાણા તાલુકાના લિંચ ગામે સરપંચ વિપુલભાઈ પટેલના નિવાસસ્થાને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર સાંભળવામાં આવ્યો. ખાસ કરીને બુથ નં. 2ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકત્રીત થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી વિચારોને શ્રવણ કર્યા અને તેમના સંદેશને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો.

કાર્યક્રમ દરમિયાન સરપંચ વિપુલભાઈ પટેલે જણાવ્યું કે “મન કી બાત” માત્ર સંવાદ નથી પરંતુ દેશના દરેક નાગરિક માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ગામના યુવાનો, મહિલાઓ તથા વરિષ્ઠ નાગરિકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સૌએ એકમતથી જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છતા, આત્મનિર્ભર ભારત, સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ અને સામાજિક સમરસતા અંગે કરાયેલા આહવાનને ગામના સ્તરે અમલમાં મુકવામાં આવશે.

કાર્યકર્તાઓએ ખાસ કરીને “હર ઘર સ્વદેશી” અને ગ્રામ વિકાસ સંબંધિત સંદેશાને ગૌરવપૂર્વક સ્વીકાર્યો. કાર્યક્રમ પછી સૌએ સામૂહિક રીતે ચા સાથે ચર્ચા કરી અને આગળના સમયમાં ગામના વિકાસ તથા જનકલ્યાણ માટે એકજૂટ બનીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. લિંચ ગામે યોજાયેલ આ કાર્યક્રમ લોકજાગૃતિ અને રાષ્ટ્રપ્રેમનું એક અનોખું ઉદાહરણ બન્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande