લિંચ ગામે GST દરમાં ઘટાડાનો વેપારીઓએ કર્યો હર્ષભેર સ્વાગત
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા તાલુકાના લિંચ ગામમાં વેપારીઓએ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક ઉત્પાદનો પર લાગુ GST દરમાં ઘટાડાનું હર્ષભેર સ્વાગત કર્યું છે. વેપારીઓએ જણાવ્યું કે લાંબા સમયથી લોકો સ્થાનિક અને રોજબરોજની જરૂરીયાતવાળી વસ્તુઓ પર કરના ભાર
લિંચ ગામે GST દરમાં ઘટાડાનો વેપારીઓએ કર્યો હર્ષભેર સ્વાગત


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા તાલુકાના લિંચ ગામમાં વેપારીઓએ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક ઉત્પાદનો પર લાગુ GST દરમાં ઘટાડાનું હર્ષભેર સ્વાગત કર્યું છે. વેપારીઓએ જણાવ્યું કે લાંબા સમયથી લોકો સ્થાનિક અને રોજબરોજની જરૂરીયાતવાળી વસ્તુઓ પર કરના ભારથી પરેશાન હતા. હવે સરકારે કરમાં રાહત આપી છે, જેના કારણે વેપાર ક્ષેત્રમાં નવી તાજગી આવશે અને ગ્રાહકોને પણ સસ્તા ભાવે વસ્તુઓ ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે ગામના વેપારીઓએ બેઠક યોજીને “હર ઘર સ્વદેશી”નો સંકલ્પ કર્યો. વેપારીઓએ નક્કી કર્યું કે હવે ગામમાં શક્ય તેટલું સ્થાનિક સ્તરે બનેલા સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ અને પ્રચાર કરવામાં આવશે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ સંકલ્પ ગામના યુવાઓમાં આત્મનિર્ભરતા વધારશે અને નાના-મોટા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે.

વેપારી મંડળના અગ્રણીઓએ જણાવ્યું કે સરકારના આ પગલાથી ગ્રામ્ય બજારમાં ખરીદી વધશે, વેપારમાં ચેતનાનો માહોલ સર્જાશે અને રોજગારની તકો પણ ઊભી થશે. “હર ઘર સ્વદેશી” અભિયાનથી લોકો દેશી ઉત્પાદનો તરફ વળશે અને આયાતી માલ પરની નિર્ભરતા ઘટશે.

લિંચ ગામના વેપારીઓએ કરેલા આ સંકલ્પને ગામજનો અને યુવાનો દ્વારા પણ પ્રશંસા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande