સાંસદે જોટાણા તાલુકાના ખદલપુર મુકામે શ્રી રામ હાઇટેક નર્સરીની મુલાકાત લીધી
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ સાંસદએ જોટાણા તાલુકાના ખદલપુર મુકામે મહેસાણા બાગાયત ખાતા દ્વારા સેવારત શૈલેષભાઈ પટેલની શ્રી રામ હાઇટેક નર્સરીની મુલાકાત લીધી. આ નર્સરી ખદલપુર ગામના ખેતી વ્યવસાય અને સ્થાનિક આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ર
સાંસદ જોટાણા તાલુકાના ખદલપુર મુકામે શ્રી રામ હાઇટેક નર્સરીની મુલાકાત લીધી


મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ સાંસદએ જોટાણા તાલુકાના ખદલપુર મુકામે મહેસાણા બાગાયત ખાતા દ્વારા સેવારત શૈલેષભાઈ પટેલની શ્રી રામ હાઇટેક નર્સરીની મુલાકાત લીધી. આ નર્સરી ખદલપુર ગામના ખેતી વ્યવસાય અને સ્થાનિક આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

નર્સરીમાં ઉત્તમ ગુણવત્તાના શાકભાજી અને પપૈયાના રોપાઓનું ઉછેર કરવામાં આવે છે, જે ખેડૂતોને ફાયદાકારક અને ટકાઉ પાક ઉત્પાદન માટે મદદરૂપ બને છે. મુલાકાત દરમિયાન સાંસદશ્રીએ નર્સરીના ઉપસ્થિત તંત્ર અને કામદાર સાથે વાતચીત કરી અને વૃક્ષારોપણ તથા આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત જાણકારી મેળવી. શ્રી રામ હાઇટેક નર્સરી માત્ર ગુણવત્તાવાળા છોડ પુરાં પાડતા જ નથી, પરંતુ અનેક લોકોએ અહીં રોજગારી મેળવી છે. સ્થાનિક પરિવારો માટે આ નર્સરી આવકનું મહત્વપૂર્ણ સ્ત્રોત બની છે. નર્સરીની કામગીરીથી ખેતી ક્ષેત્રમાં નવી ટેકનિકો અને પદ્ધતિઓને આગળ વધારવામાં મદદ મળી રહી છે.

સાંસદએ નિરીક્ષણ દરમિયાન જણાવ્યું કે, નર્સરી જેવી સંસ્થાઓ ખેતર સાથે જોડાયેલી નવી તકનીકો અને રોજગારી સર્જન માટે અતિમહત્વપૂર્ણ છે. તેઓએ ખેડૂતોએ આ પ્રકારની નર્સરીઓનો લાભ લેવા અને પોષણયુક્ત પાક ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહન આપ્યું. આ મુલાકાતથી સ્પષ્ટ થયું કે, શ્રી રામ હાઇટેક નર્સરી માત્ર ખેતીની ગુણવત્તા વધારતી નથી, પરંતુ ખદલપુર અને આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ અને રોજગારી સર્જન માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બનતી જાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande