સોમનાથમાં ભારે વરસાદથી ખેડૂતોને ફટકો
સોમનાથ 29 સપ્ટેમ્બર (હિ.સ.)ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સુત્રાપાડા તાલુકોએક જ રાતમાં આશરે 10 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર સર્જાયો.મગફળી સોયાબીન અને જુવારના પાકને ભારે વરસાદ અને પવન
ભારે વરસાદથી ખેડૂતોને ફટકો


સોમનાથ 29 સપ્ટેમ્બર (હિ.સ.)ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

સુત્રાપાડા તાલુકોએક જ રાતમાં આશરે 10 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર સર્જાયો.મગફળી સોયાબીન અને જુવારના પાકને ભારે વરસાદ અને પવન સાથે વરસાદથી નુકસાન થયું છે.ભારે વરસાદને કારણે મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો.ખેતરો પાણીથી બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે પાક બગડવાની શક્યતા વધી ગઈ છે.ગીરના અલગ-અલગ વિસ્તારોમાં 4 થી 10 ઇંચ સુધી વરસાદ પડતા સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande