મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અનોખું પગલું ભર્યું છે. અહીંના સહકારી સભ્યો, ખેડૂતો અને પશુપાલકોએ વડાપ્રધાનએ સહકારી ક્ષેત્રના હિતમાં કરેલા નિર્ણયો માટે પોસ્ટકાર્ડ દ્વારા આભાર માનવાનો મહાઅભિયાન હાથ ધર્યો.
આ અભિયાન અંતર્ગત હજારો ખેડૂતો અને સભ્યોએ પોતાના હસ્તે લખેલા પોસ્ટકાર્ડ વડે વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. પોસ્ટકાર્ડ પર સહકાર ક્ષેત્રના વિકાસ, કૃષિ અને પશુપાલન માટે કરવામાં આવેલા આયોજન તથા ખેડૂતોને મળતા સીધા લાભો માટે આભાર વ્યક્ત કરાયો. મહેસાણા સહકારી ક્ષેત્ર હંમેશાં નવીનતા માટે ઓળખાય છે. આ અનોખા અભિયાન દ્વારા સભ્યોએ દર્શાવ્યું કે સહકારી તંત્ર માત્ર આર્થિક વિકાસ જ નહીં, પરંતુ સામૂહિક અભિવ્યક્તિ માટેનું એક મંચ પણ છે. આ અભિયાનથી સ્પષ્ટ થાય છે કે ખેડૂત અને સહકારી સભ્યો સરકારની યોજનાઓથી સંતોષ અનુભવે છે અને ભાવિ વિકાસ માટે ઉત્સાહિત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR