મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ મહેસાણા જી.આઇ.ડીસી. હોલ ખાતે ધી ભાગ્યલક્ષ્મી કો. ઓપ. સોસાયટી લી., મહેસાણાના રજત જયંતી મહોત્સવ તથા 25મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સોસાયટીના સભ્યો, આદર્શ સભ્યો, સ્થાનિક કાર્યકર્તાઓ અને મહેસાણા જિલ્લાના વિવિધ પ્રતિનિધિઓએ ભાગ લીધો.
સભામાં સોસાયટીના સ્થાપન થી લઈને આજ સુધીની સફળતાઓ અને વિકાસ યાત્રાનું વિસતૃત વર્ણન રજૂ કરાયું. રજત જયંતી મહોત્સવના અવસરે સોસાયટીના આગેવાનો અને સભ્યોને માન્યતા આપવા માટે વિશેષ સન્માન સમારોહ પણ યોજાયો. 25મી વાર્ષિક સામાન્ય સભામાં વિતેલા વર્ષના નાણાકીય અને કાર્યકાળના રિપોર્ટ રજૂ કર્યા અને આગામી યોજનાઓ પર ચર્ચા થઈ.
આ પ્રસંગે સભ્યોએ સહકાર ક્ષેત્રના વિકાસમાં સોસાયટીની ભુમિકા અને સમૃદ્ધિ માટે આગળ વધવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી. સોસાયટીના પ્રમુખ અને સભ્યો દ્વારા ભવિષ્યમાં સહકારના નવા પ્રોજેક્ટ શરૂ કરવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો. આ ભવ્ય કાર્યક્રમ દ્વારા ધી ભાગ્યલક્ષ્મી કો. ઓપ. સોસાયટીની અડીખમ એકતા, સિદ્ધિઓ અને ભાવિ વિકાસ માટેની દ્રષ્ટિ પ્રગટ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR