પાટણની આશા વર્કર બહેનોની ટેકો એપ વિરુદ્ધ આવેદનપત્ર આપી કરી રજૂઆત
પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ મહિલા શક્તિ સેનાના નેતૃત્વમાં જિલ્લા કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી ટેકો એપની કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવાની માંગણી કરી છે. બહે
પાટણની આશા વર્કર બહેનોની ટેકો એપ વિરુદ્ધ આવેદનપત્ર આપી રજૂઆત કરી


પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ મહિલા શક્તિ સેનાના નેતૃત્વમાં જિલ્લા કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી ટેકો એપની કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવાની માંગણી કરી છે. બહેનોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેઓ ટેકો એપની કામગીરી નહીં કરે.

મહિલા અગ્રણી ચંદ્રિકા સોલંકીના જણાવ્યા અનુસાર સરકારે ટેકો એપ ફરજિયાત બનાવી છે અને 31 ઓગસ્ટ 2025ના રોજ પાટણ અર્બન સહિત તમામ PHCમાં એપ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ કામગીરી સતત 365 દિવસ સુધી ચાલુ રાખવાની છે. આશા વર્કર બહેનોના મતે, ટેકો એપ સંબંધિત કાર્યમાં અનેક વિસંગતતાઓ અને અસ્પષ્ટતાઓ છે. તેમણે જણાવ્યું કે અગાઉ મળતો 50% ઇન્સેન્ટિવ હવે બંધ કરી દેવામાં આવ્યો છે, જે તેમને મોટું આર્થિક બોજ લાદે છે.

બહેનોની મુખ્ય માંગણીઓમાં એન્ડ્રોઇડ ફોનની સુવિધા, રિચાર્જ ખર્ચ અને નિશ્ચિત પગારનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે તમામ બહેનો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નથી અને જો સરકાર ટેકો એપની કામગીરી કરાવવા માંગે છે, તો પ્રથમ તેમનું આર્થિક અને તકનીકી સજ્જીકરણ જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande