અમરેલી કૃષિ સહાય પેકેજ મુદ્દે કોંગ્રેસ નારાજ, રાજુલા-જાફરાબાદના ખેડૂતો સાથે અન્યાયનો આક્ષેપ : ટીકુભાઈ વરુ
અમરલિ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં કૃષિ સહાય પેકેજ જાહેર થયા બાદ સ્થાનિક સ્તરે વિવાદ ઉભો થયો છે. રાજુલા-જાફરાબાદના કોંગ્રેસ નેતા ટીકુભાઈ વરુએ સરકારની નીતિ સામે ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે કોસ્ટલ બેલ્ટ ભાજપનો ગઢ હોવા
અમરેલી કૃષિ સહાય પેકેજ મુદ્દે કોંગ્રેસ નારાજ, રાજુલા-જાફરાબાદના ખેડૂતો સાથે અન્યાયનો આક્ષેપ : ટીકુભાઈ વરુ


અમરલિ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં કૃષિ સહાય પેકેજ જાહેર થયા બાદ સ્થાનિક સ્તરે વિવાદ ઉભો થયો છે. રાજુલા-જાફરાબાદના કોંગ્રેસ નેતા ટીકુભાઈ વરુએ સરકારની નીતિ સામે ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે કોસ્ટલ બેલ્ટ ભાજપનો ગઢ હોવા છતાં ખેડૂતોને પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જે ગંભીર અન્યાય છે.

વરુએ જણાવ્યું કે ખેડૂતોને રજિસ્ટ્રેશનથી લઈને ખાતર અને સહાય મેળવવા સુધી હંમેશા લાઇનમાં ઉભા રહેવા પડે છે. તાજેતરમાં 2 હજારનો હપ્તો લીધેલા ખેડૂતોને રેશનિંગ પુરવઠામાંથી પણ બાકાત રાખવાની શરત લાગુ કરાઈ છે, જે ખેડૂતોને ડબલ માર સમાન છે. તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે જાફરાબાદના 20, રાજુલાના 8 અને ખાંભાના 6 ગામોનો જ સમાવેશ થયો છે, જ્યારે અમરેલી તાલુકાના 72 ગામોમાંથી 68 ગામોને સામેલ કરવામાં આવ્યા છે. હીરા સોલંકીના ભાઈ પરસોતમ સોલંકી જિલ્લા પ્રભારી હોવા છતાં આ પ્રકારનો અન્યાય કેમ થયો તે પ્રશ્ન પણ ઉઠાવ્યો.

વરુએ કહ્યું કે માત્ર કપાસ જ નહીં, મગફળી, સોયાબીન અને બાજરી જેવા પાક પણ પલળી ગયા હતા, તેમ છતાં તેનો સમાવેશ થયો નથી. તેમણે લોકસભામાં અમરેલીના સાંસદને પણ ખેડૂતોની પીડા રજૂ કરવા અપીલ કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande