બગસરા મંડળીની નિકોલ શાખાના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકરિયાની ઉપસ્થિતિ
અમરેલી, 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં બગસરા મંડળીની નવી શાખાનું આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક તેમજ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાખાના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી
બગસરા મંડળીની નિકોલ શાખાના શુભારંભ પ્રસંગે નાયબ દંડક તથા ધારાસભ્ય કૌશિક વેકરિયાની ઉપસ્થિતિ, શુભકામનાઓ પાઠવી


અમરેલી, 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં બગસરા મંડળીની નવી શાખાનું આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક તેમજ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાખાના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી અને મંડળીના આગેવાનો તથા કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવી.

કૌશિક વેકરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે બગસરા મંડળી વર્ષોથી સમાજ સેવા, સહકારી ભાવના અને લોકોના આર્થિક વિકાસ માટે સતત કાર્યરત રહી છે. નિકોલ જેવી તેજીથી વિકસતી વસાહતમાં શાખા શરૂ થવાથી સ્થાનિક સભ્યોને વધુ સુવિધા મળશે અને સહકારી સેવાઓનો વિસ્તાર થશે. શુભારંભ પ્રસંગે મંડળીના આગેવાનો, સ્થાનિક સન્માનનીય મહાનુભાવો તેમજ નિકોલ વિસ્તારમાં રહેતા મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે નિકોલ શાખા મારફતે લોકોને લોન, બચત યોજનાઓ અને અન્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મંડળીના આ નવા પ્રયત્ન માટે અભિનંદન પાઠવ્યા અને મંડળી સતત પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande