ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર, મહેસાણા દ્વારા, કાલરી ગામે ટીબી દર્દીની ગૃહ મુલાકાત
મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.) દર્દી કેન્દ્રિત સેવા દ્વારા આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન મહેસાણા જિલ્લામાં ક્ષયરોગ (ટીબી) નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર (DTO) દ્વારા કાલરી ગામની મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન ગામમાં ઓળખાયેલા ટી
ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર, મહેસાણા દ્વારા કાલરી ગામે ટીબી દર્દીની ગૃહ મુલાકાત


મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.)

દર્દી કેન્દ્રિત સેવા દ્વારા આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન મહેસાણા જિલ્લામાં ક્ષયરોગ (ટીબી) નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર (DTO) દ્વારા કાલરી ગામની મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન ગામમાં ઓળખાયેલા ટીબી દર્દીના ઘેર જઈ તેમની તબિયત અંગે વિગતવાર માહિતી મેળવી. દર્દીને નિયમિત રીતે દવા લેવાથી થતા ફાયદા, સારવાર વચ્ચે અવરોધ ન લાવવાની અગત્યતા તેમજ સંતુષ્ટિકારક પોષણ લેવાની જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી.

સાથે સાથે પરિવારજનોને પણ ટીબી સંક્રમણથી બચવા માટે સાવચેતીના ઉપાયો, ઘરમાં સ્વચ્છ હવા જળવાય તે માટેના ઉપાયો તથા દર્દીને માનસિક રીતે પ્રોત્સાહિત કરવાની સમજ આપી. DTO દ્વારા દવા નિયમિત લેવાનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે સમયસર સારવાર લીધે ટીબી સંપૂર્ણ રીતે સાજો થઈ શકે છે.

આ ગૃહ મુલાકાતથી ગામજનોમાં ક્ષયરોગ વિષયક જાગૃતિમાં વધારો થયો અને આરોગ્ય વિભાગ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો. મહેસાણા આરોગ્ય વિભાગનું આ કાર્ય “ટૂંક સમયમાં ટીબી મુકત ભારત”ના હેતુને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande