પોરબંદર,3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમા પેરેડાઈઝ સિનેમા ઘરના બાંધકામ બાદ તેમના બોગસ ફાયર એનઓસીને લઇ વિવાદ શરૂ થયો છે. પેરેડાઈઝ સિનેમાના માલિક જીજ્ઞેશભાઈ કારીયા દ્વારા બીયુ સર્ટીફિકેટ માટે રજુ કરવામા આવેલી ફાયર એનઓસી બોગસ હોવાનુ સામે આવ્યુ હતુ આ પ્રકરણમા મનપાના કમિશ્નર એચ જે પ્રજાપતિએ મૌન તોડયુ હોય તેમ ફાયર એનઓસી બોગસ હોવાનુ જણાવ્યુ હતુ તેમજ ફાયર એનઓસીમા જેમની સહિ છે.
તેમણે પણ સ્વીકારી લીધુ છે કે, આ એનઓસીમા મારી સહિ નથી હવે તેમ છતા આ પ્રકરણમા મનપા દ્રારા કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી તેને ચર્ચા જોવા મળી રહી છે. પોરબંદરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પોરબંદરના વિકાસમા બાધારૂપ લોકો સામે અધિકારીઓને કડક હાથ કામ લેવા જણાવ્યુ હતુ તેમ છતા પેરેડાઈઝ સિનેમાના બોગસ ફાયર એનઓસીમા મનપાના કમિશ્નર દ્રારા કેમ કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી તેવા સવાલ ઉઠી રહ્યા છે. તો આ પ્રકરણમા કોના ઈશારે કાર્યવાહી થતી નથી તેને લઇ ચર્ચા જોવા મળી રહી છે. એવુ પણ કહેવાય છે કે, પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાની સુચનાને મનપાના કમિશ્નર ઘોળીને પી ગયા
હોય તેવું લાગી રહ્યું છે.
*ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરાયા*
પોરબંદરના પેરેડાઈઝ સિનેમા ઘરમા, બોગસ ફાયર એનઓસીમા ફાયર ઓફિસર રાજીવ ગોહેલે નોટીશનો સંતોષકારક જવાબ નહિં આપતા તેમને હાલ સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. જવાબદાર સામે કયારે કાર્યવાહી કરવામા આવશે તેને સવાલ ઉઠી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya