પોરબંદરમાં એમ.એચ આંગડીયા પેઢી સાથે, 44 લાખ રૂપિયાની છેતરપીંડી.
પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમા ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષમા આવેલા એચ એમ આંગડીયા પેઢી સાથે લાખો રૂપીયાની છેતરપીડી કરવામા આવી છે. રકમની ઉઘરાણી કરતા આંગણીયા પેઢીના સંચાલકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પોરબંદરમા એચ એમ આંગડીયા પેઢી ચલતાવતા વિમલ
પોરબંદરમાં એમ.એચ આંગડીયા પેઢી સાથે, 44 લાખ રૂપિયાની છેતરપીંડી.


પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમા ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષમા આવેલા એચ એમ આંગડીયા પેઢી સાથે લાખો રૂપીયાની છેતરપીડી કરવામા આવી છે. રકમની ઉઘરાણી કરતા આંગણીયા પેઢીના સંચાલકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પોરબંદરમા એચ એમ આંગડીયા પેઢી ચલતાવતા વિમલ પ્રતાપભાઈ સીડાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે કે પુંજાભાઈ અરભમભાઈ અમર અને શૈલષ મગનભાઈ સાવલીયા આંગડીયા પેઢીમાં રેગ્યુલર આંગડીયુ કરાવતા હતા આંગડીયા પેઢી સાથે વિશ્વાસ સંપાદન કર્યો હતો અને પુંજાભાઈ અમરના ३.15,98,450 જેવી રકમ જમા હતી આથી પુંજાભાઇ રૂ.60 લાખની રકમ ભરૂચ ખાતે રહેતા રાજા મોઢાને - આંગડીયુ કરવા જણાવ્યુ હતુ આથી - રૂ.6000 આંગડીયા ચાર્જ બાદ કરી -અને વિમલભાઈ એ રૂ .44,07,550 જેવી રકમ કરી દીધુ હતુ.

પુંજાભાઈએ એવુ જણાવ્યુ હતુ કે, લીલા ઉર્ફે નિલેષ મોઢવાડીયા પાસેથી રકમ આવ્યે ચુકવી દેશે તેમ જણાવ્યુ હતુ તેમજ પોતાના બેંક એકાઉન્ટમા 30 હજાર પાઉન્ડ આવ્યે રકમ ચુકવી દેશે તેમ જણાવ્યુ હતુ પરંતુ પુંજા અમર અને શૈલેષ પટેલે પાસે રકમની વારંવાર ઉઘરાણી કરતા હવે ઉઘરણી કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી પુંજા અમરે ધમકી આપી હતી આ રીતે લાખો રૂપીયાની છેતરપીંડી કરતા વિમલ સીડા કમલાબાગ પોલીસ સ્ટેશના કુલ ચાર શખ્સો સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande