સોમનાથ ગણેશોત્સવ સમાપન પ્રભાસ પાટણમાં, વાજતે ગાજતે દુંદાળા દેવનું ભક્તિ ભાવપૂર્વક વિસર્જન કરાયું
ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રભાસ પાટણમાં વાજતે ગાજતે દુંદાળા દેવનું ભક્તિ ભાવપૂર્વક વિસર્જન કરાયું. સોમનાથ પ્રભાસ પાટણ માં ગણેશોત્સવ ઉત્સાહ ભક્તિ પૂજા અને અનેકવિધ કાર્યક્રમોથી ઉજવવામાં આવ્યો અને આજરોજ દુધાળા દેવ ગણપતિ બાપા ની વિસર્જન યાત્રા ઢોલ
સોમનાથ ગણેશોત્સવ


ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રભાસ પાટણમાં વાજતે ગાજતે દુંદાળા દેવનું ભક્તિ ભાવપૂર્વક વિસર્જન કરાયું.

સોમનાથ પ્રભાસ પાટણ માં ગણેશોત્સવ ઉત્સાહ ભક્તિ પૂજા અને અનેકવિધ કાર્યક્રમોથી ઉજવવામાં આવ્યો અને આજરોજ દુધાળા દેવ ગણપતિ બાપા ની વિસર્જન યાત્રા ઢોલ શરણાઈ ડીજે અને ધૂન તથા રાસ ગરબા અને ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે વિસર્જન સ્થળ સુધી પ્રસ્થાન કર્યું.

લોકોએ અબીલ ગુલાલ અને વિસર્જન યાત્રાના માર્ગોને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું મોટા કોળી વાળા ગણપતિ સ્થાપનાના ગણેશ ભગવાનની વિદાય શોભાયાત્રા દરજીવાડા મકુચોક કુંભારવાડા થઈ સોમનાથ મંદિર સામે ગણેશજી મૂર્તિને દર્શન કરાવી મૂર્તિને નક્કી કરેલ વિદાય સ્થાને વિસર્જન કરવામાં આવશે જય સોમનાથ રેસ્ટોરન્ટ રામભરોસા ટી સેન્ટર અને સોમનાથ ફોટોગ્રાફર દ્વારા પ્રસાદી અને ઠંડા પીણા નું વિતરણ કરવામાં આવ્યું આવી જ રીતે રામરાખ ચોક ગરબી મંડળ વાલ્મિકી વાસ ભરડાપોર સહિતના અન્ય ગજાનંદ મૂર્તિઓને ભાવ અને શ્રદ્ધા સાથે વિદાય આપવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande