ગીર-સોમનાથ જીલ્લો લીલા નાળિયેર ઉત્પાદનમાં, અગ્રેસર દરિયા કાંઠાના નાળિયેરો છેક ભારતના ખૂણે-ખૂણા સુધી જાય છે
ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ. ) સમગ્ર વિશ્વમાં નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોમનાથમાંથી ત્યારે નાળિયેરમાં રહેલા ગુણેથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વ સમજાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયે
લીલા નાળિયેર ઉત્પાદનમાં


ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ. ) સમગ્ર વિશ્વમાં નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોમનાથમાંથી ત્યારે નાળિયેરમાં રહેલા ગુણેથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વ સમજાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરના ઉત્પાદનમાં અને નિકાસમાં ગુજરાતનો મહત્વનો ફાળો છે.

ગીર-સોમનાથ જિલ્લાના નાયબ બાગાયત નિયામક કે, પી સોજીત્રા કહે છે કે આ જિલ્લામાં 10,915 હેક્ટર માં વાવેતર થયેલ છે. જેમાં 91,225 (હજાર નંગ-પ્રતિહેક્ટર) ઉત્પાદન થાય છે. જે પણ ઉત્પાદન થાય છે તે ટેન્ડર કોકોનેટ એટલે કે પીવા માટે જ નાળિયેર લીલા ત્રોફાનું ઉત્પાદન થાય છે. અહીંની વિશેષતા એ છે કે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં જેટલા નાળિયેરના વૃક્ષોમાં ફળ થાય છે. તેમાંથી તેલનું ઉત્પાદન કરાય છે. જ્યારે અહીં હેલ્થ સજાગતા પીવા માટે જ ઉપયોગી થાય છે.

ગીર સોમનાથના વેરાવળ તાલુકા- ઉના-કોડીનાર નાળિયેર લીલા તૃપા નો મબલક પાક ઉતરે છે અહીંની માટી વાવેતર ને પોષક ભેજવાળું હવામાન અને અહીંથી જ નાળિયેર વૃક્ષ ઉપરથી ઉતારવા વાળા સ્કેલ મજૂરો મળી રહે છે.

ગીર સોમનાથના ઉત્પાદિત નારિયેળો દિલ્હી, આગ્રા, નોઈડા, જયપુર, ઉદયપુર, ભોપાલ, ઇંદોર, રાજકોટ, અમદાવાદ સુધી જાય છે. કોરોના પછી લોકોમાં હેલ્થ અંગેની સાવધાની વધી હોય લોકોમાં નાળિયેર પીવા પ્રત્યે આકર્ષણ અને ઔષધ રૂપ બન્યું છે આમ માર્કેટ પણ વધેલ છે અને વાવેતર પણ વધેલ છે.

સોમનાથ મંદિર ભાવિકો પર્યટકો યાત્રિકોમાં લીલા નાળિયેર તોફાનું ખૂબ જ આકર્ષણ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર અને આસપાસના મંદિરો આસપાસ 50 થી 60 રેકડી દુકાનો આવેલી છે. લગભગ રોજની 30 રીક્ષા તેમાં માલ ઠલવાય છે. તહેવારો રજાના દિવસોમાં 45 થી 50 રીક્ષાઓ ઠલવાય છે.

સોમનાથ ગૌરીકુંડ ચેકપોસ્ટ પાસે નાળિયેર ટેકરી ધરાવતા મનસુખભાઈ વાજા કહે છે કે, યાત્રિકો લીલા નાળિયેર તોફા પાણીની સંતોષ અનુભવે છે અને અહીંના નાળિયેરની મીઠાશ એવી હોય છે, કે અહીંથી રાધનપુર ભિલોડા વારંવાર લઈ જાય છે. આરોગ્ય હેલ્ધી પીણું અને યાત્રાને યાદગાર અનુભૂતિ નાળિયેર પીવે છે અને તેની સાથે ફોટો પડાવી યાત્રાને યાદગાર બનાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande