ગીરસોમનાથ જીલ્લાના તાલાલા પો.સ્ટે.ના NDPS એકટના બે ગુનામાં પકડાયેલ અને જામીન મુક્ત થયેલ આરોપી વિરૂધ્ધ PIT-NDPS એક્ટ મુજબ અટકાયત કરતી એસ.ઓ.જી. ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.) નિલેશ જાજડીયા પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓ તથા જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીર સોમનાથનાઓ તરફથી ગીરસોમનાથ જીલ્લા વિસ્તારમાં નાર્કોટીક્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે #IStand Strong Against Drugs કેમ્પેઇન હે
ગીરસોમનાથ જીલ્લાના તાલાલા પો.સ્ટે.ના NDPS એકટના બે ગુનામાં પકડાયેલ અને જામીન મુક્ત થયેલ આરોપી વિરૂધ્ધ PIT-NDPS એક્ટ મુજબ અટકાયત કરતી એસ.ઓ.જી. ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.)

નિલેશ જાજડીયા પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓ તથા જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીર સોમનાથનાઓ તરફથી ગીરસોમનાથ જીલ્લા વિસ્તારમાં નાર્કોટીક્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે #IStand Strong Against Drugs કેમ્પેઇન હેઠળ નાકોટીક્સની બદી દુર કરવા માટે પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ અટકાયતી પગલાઓ લેવા માટે આપેલ સુચના મુજબ

એન.એ.વાઘેલા, ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર, ઇન્ચાર્જ, એસ.ઓ.જી. ગીરસોમનાથ નાઓએ અટકાયતી:

ભીમજીભાઇ નારણભાઇ ચાવડા ઉવ.૩૮, રહે.બોરવાવ તા.તાલાલા જી.ગીરસોમનાથ વાળા વિરૂધ્ધ સને ૨૦૨૦ માં ૧ ગુનો તથા સને ૨૦૨૩ માં ૧-ગુનો એમ કુલ-૨ ગુના નોંધાયેલ હોય જે બંન્ને ગુનામાં સદર અટકાયતી નામદાર કોર્ટમાંથી જમીન મુકત થયેલ, સદર અટકાયતી જામીનમુકત થયા બાદ પણ ગેરકાયદેસર ગાંજો કે અન્ય નાર્કોટીકસ પદાર્થ વેચાણની પ્રવૃતિમાં લાગ્યા રહે તેવી શક્યતા હોય અને જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થયની જાળવણીમાં બાધકરૂપ પ્રવૃતિમાં સંકળાયેલ હોય,

જેથી સદર અટકાયતી ભીમજીભાઇ નારણભાઈ ચાવડા વિરૂધ્ધ દાખલ થયેલ એન.ડી.પી.એસ (નાર્કોટીકસ) એકટના ગુનાના આધારે ગીરસોમનાથ એસ.ઓ.જી. તરફથી યોગ્ય દસ્તાવેજી કાગળો સાથે મે.અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા.ગાંધીનગરનાઓની કચેરી ખાતે PIT NDPS ACT મુજબ દરખાસ્ત કરવામાં આવેલ. જે દરખાસ્ત આધારે મે.અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરનાઓની કચેરી તરફથી PIT NDPS ACT મુજબ PIT દરખાસ્ત મંજુર કરવામાં આવેલ. જે હુકમ આધારે સદર ભીમજીભાઇ નારણભાઇ ચાવડાને PIT NDPS ACT મુજબ અટકાયતી તરીકે તા.૩૧/૦૮/૨૦૨૫ અટકાયત કરી સદર અટકાયતીને મધ્યસ્થ જેલ, અમદાવાદ શહેર ખાતે મોકલવા તજવીજ કરેલ છે.

A અટકાયત કરેલ આરોપીઃ-

ભીમજીભાઇ નારણભાઇ ચાવડા, ઉવ.૩૮, રહે. બોરવાવ ગામ તા.તાલાલા જી.ગીરસોમનાથ

A અટકાયત કરેલ આરોપી વિરૂધ્ધના ગુનાના વિગતઃ-

(૧) તાલાલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૦૦૭૬૧/૨૦૨૦ એન.ડી.પી.એસ એકટની કલમ ૮-સી, ૨૦(બી), ૨૨, ૨૯ મુજબ

(૨) તાલાલા પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૮૬૦૦૭૨૩૦૬૯૪/૨૦૨૩ એન.ડી.પી.એસ એકટની કલમ ૮-સી, ૨૦(બી), ૨૨(બી), ૨૯ મુજબ

કામગીરી કરનાર અધિ./કર્મચારીઓ:-

શ્રી એન.એ.વાઘેલા, ઇ.પોલીસ ઇન્સ., એસ.ઓ.જી. ગીરસોમનાથ તથા એસ.ઓ.જી. સ્ટાફના દેવદાનભાઇ કુંભરવાડીયા તથા મેરામણભાઇ શામળા તથા ગોવિંદભાઇ રાઠોડ એ.એસ.આઇ. તથા વિપુલભાઈ ટીટીયા તથા ગોપાલભાઇ મકવાણા પો. હેડ કોન્સ. તથા મહાવિરસિંહ જાડેજા તથા કૈલાશસિહ બારડ પો.કોન્સ.,

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande