ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જવા માટે મોટી હાલાકી
ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.) ગીરગઢડા તાલુકાના ફાસ્ટર ગામે છેલ્લા કેટલાય સમય થી ગામની અંદરથી આરોગ્ય કેન્દ્ર પર જવા માટે ના રસ્તામાં સંપૂર્ણપણે ધોવાઈ જતા સારવાર લેવા જતા દર્દીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે ફાટસર ગામ ની અંદરથી બહાર નીકળવા માટેના રસ્તાઓ
ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જવા માટે મોટી હાલાકી


ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.) ગીરગઢડા તાલુકાના ફાસ્ટર ગામે છેલ્લા કેટલાય સમય થી ગામની અંદરથી આરોગ્ય કેન્દ્ર પર જવા માટે ના રસ્તામાં સંપૂર્ણપણે ધોવાઈ જતા સારવાર લેવા જતા દર્દીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે ફાટસર ગામ ની અંદરથી બહાર નીકળવા માટેના રસ્તાઓ ઉપર સંપૂર્ણ કાદવ કીચડ હોવાથી સારવાર લેવા જતા પ્રેગનેટ મહિલાઓને પણ તકલીફો થાય છે તેમજ આજ રોડ ઉપર આંગણવાડી કેન્દ્ર આવેલ હોય ત્યાં નાના નાના ભૂલકાઓ ને પણ જવા માટે અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ આ કાદવ અને કીચડ ના હિસાબે આંગણવાડી કેન્દ્રમાં જતા બાળકો ને પણ રોગચાળાની મોટી અસર થાય તેવી શક્યતાઓ આ રસ્તા ઉપર થી જોવા મળી રહી છે છેલ્લા કેટલાય સમયથી આ રસ્તો રીપેર કરવા ગ્રામજનો ની માંગણી છે જો આ રસ્તો વહેલી તકે રિપેર થઈ જાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આંગણવાડી કેન્દ્રમાં જતા બાળકોને ગણી રાહત થાય જેને ધ્યાનમાં લઇ આ આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફ જતા રસ્તા નું વહેલી તકે રીપેરીંગ કામ થાય તેવી ગ્રામજનોની માંગ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande