ગીર સોમનાથ- રામદેવપીરના ધ્વજા રોહન કાર્યક્રમ, પ્રશ્નાવડા ગામે યોજાયો
ગીર સોમનાથ, 3 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે આજરોજ રામદેવપીર મહારાજના ધ્વજા રોહનકાર્યક્રમ ઘામઘુન થી યોજવામાં આવ્યો હતો સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડાગામ ખાતે ધ્વજા રોહન કાર્યક્રમને લઈને ગામના યુવાનો વડીલો દ
સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે સુત્રાપાડા તાલુકાના


ગીર સોમનાથ, 3 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે આજરોજ રામદેવપીર મહારાજના ધ્વજા રોહનકાર્યક્રમ ઘામઘુન થી યોજવામાં આવ્યો હતો સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડાગામ ખાતે ધ્વજા રોહન કાર્યક્રમને લઈને ગામના યુવાનો વડીલો દ્વારા દસ દિવસથી આયોજન થઈ રહ્યું હતું જ્યારે આજ રોજ રામદેવપીરને ધ્વજ રોહન કાર્યક્રમ સૌપ્રથમ શોભાયાત્રા ના રૂપમાં પ્રશ્નાવડા ગામમાં શોભાયાત્રા ફરી હતી.

આ શોભાયાત્રામાં પ્રશ્નવાડા ગામના તમામ જ્ઞાતિજનોના લોકોએ અનેરો ઉત્સાહ અને ડીજેના તાલ સાથે એક ભક્તિમય માહોલ ગામમાં જોવા મળી રહ્યો હતો ત્યારે હજારોની સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાઈયો તથા બહેનો વડીલો તમામ લોકો પોતાના કામ ધંધા રોજગાર બંધ રાખી અને આજના આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા અને શોભાયાત્રા બાદ રામદેવપીરના મંદિર ખાતે ઘજા રોહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું,

ગીર સોમનાથ જિલ્લાના ગામ ખાતે આવેલ રામાપીરના મંદિર ખાતે છેલ્લા 1960 ના રોજ મંડપ થયો ત્યારથી આજ સુધી રામદેવપીરની ધ્વજા રોહન કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે આજના દિવસે એક ભક્તિ માહોલ વચ્ચે બાળકો વડીલો ભાઈઓ તથા બહેનો આજના દિવસે એક ભારે ઊંચા ઉમંગ સાથે ભક્તિમય માહોલ જેવું વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande