શંખેશ્વર જૈન તીર્થમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે, ચૈત્ય પરિપાટીનો ભવ્ય આયોજન
પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.)શંખેશ્વર જૈન તીર્થ ખાતે પર્યુષણ મહાપર્વ નિમિત્તે ૨ સપ્ટેમ્બરના રોજ ચૈત્ય પરિપાટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શંખેશ્વર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા યોજાયો હતો. આ અવસરે ચાતુર્માસે બિરાજમાન આચાર્ય મહાનંદસૂરિ
શંખેશ્વર જૈન તીર્થમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે ચૈત્ય પરિપાટીનો ભવ્ય આયોજન


પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.)શંખેશ્વર જૈન તીર્થ ખાતે પર્યુષણ મહાપર્વ નિમિત્તે ૨ સપ્ટેમ્બરના રોજ ચૈત્ય પરિપાટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શંખેશ્વર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા યોજાયો હતો. આ અવસરે ચાતુર્માસે બિરાજમાન આચાર્ય મહાનંદસૂરિ મહારાજ, આચાર્ય પુર્ણચંદ્રસૂરિ મહારાજ અને આચાર્ય દિવ્યશચંદ્રસૂરિ મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી. મુનિરાજ હેમંતવિજયજી મહારાજ અને મુનિરાજ ચારિત્રરત્નવિજયજી મહારાજ સહિત અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોની પણ ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમની શરૂઆત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શનોથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંઘ દ્વારા સ્થાનિક જિનાલયોના દર્શન કરાઈ રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ખાતે યાત્રા પૂર્ણ કરી હતી. ત્યાં ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બહેનોએ માથે કળશ ધારણ કરીને સામૈયું કર્યું હતું અને અક્ષતથી સ્વસ્તિક બનાવી સાધુ-સાધ્વીજીઓને વધામણાં આપવામાં આવ્યા હતાં. જૈન સંઘના લોકોનું સંઘપૂજન પણ કરાયું હતું.

મંદિરના જિનાલયમાં શ્રી નવકારા પાર્શ્વનાથ ભગવાનના દર્શન બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. આચાર્ય પુર્ણચંદ્રસૂરિ મહારાજે માંગલિક શ્રવણ કરાવ્યું અને મુનિરાજ ચારિત્રરત્નવિજયજી મહારાજે ચૈત્ય પરિપાટીનો મહિમા સમજાવતા જણાવ્યું કે ચૈત્ય એ ચિત્તને પ્રસન્નતા આપે તેવું જિનાલય છે અને પરિપાટી એ ક્રમશઃ દરેક જિનાલયની યાત્રા છે, જે આત્માની શાંતિ અને ધાર્મિક ઉન્નતિ માટે અત્યંત મહત્વની છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande