મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમના પાવન અવસરે દેશભરના ભક્તો અંબાજી માતાના દર્શનાર્થે પદયાત્રા કરે છે. હજારો પદયાત્રીઓના આરામ, આરોગ્ય અને ભોજનની સુવિધા માટે માર્ગમાં વિવિધ સંસ્થાઓ તથા સંગઠનો દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આ સેવા દ્વારા ભક્તોને સહાયતા મળે છે અને સેવકોને પુણ્યનું પાથેય પ્રાપ્ત થાય છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અંબાજી જતા માર્ગ પર સ્થિત, પી. એન. માળી ફાઉન્ડેશન, જલિયાણ સેવા કેમ્પ, સિદ્ધહેમ તથા ભાજપા યુવા મોરચા દ્વારા સંચાલિત સેવા કેમ્પોની મુલાકાત લીધી. અહીં તેમણે શ્રદ્ધાળુઓને આપવામાં આવતી વિવિધ સેવાઓનું નિરીક્ષણ કર્યું અને સેવા કાર્યમાં જોડાયેલા સેવકોને બિરદાવ્યા.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, પદયાત્રા માત્ર ભક્તિનો પ્રતિક નથી, પરંતુ સેવા ભાવના અને સમાજમાં એકતા પ્રસરાવવાનો અવસર પણ છે. આવા કેમ્પો ભક્તોને સુવિધા આપે છે અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR