અમરેલી, 3 સપ્ટેમ્બર (હિ.સ.):
ભાદરવી પૂનમના પવિત્ર પ્રસંગે મહેસાણા ખાતે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સમાજસેવા અને ધાર્મિક કાર્યમાં સક્રિય રહેલા સૂંઢિયાને વિશેષ સન્માન અપાયું હતું. મહોત્સવ દરમિયાન માનનીય મનુભાઈ ચોકસી સાહેબ મહેસાણા તરફથી સૂંઢિયાને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો.
સૂંઢિયાએ વર્ષોથી ધાર્મિક કાર્ય, સામાજિક સેવા અને ભક્તિ ભાવના પ્રસરાવવા અવિરત યોગદાન આપ્યું છે. સમાજના ઉત્થાન માટે કરેલા તેમના પ્રયત્નોને લોકો દ્વારા હંમેશા પ્રશંસા મળી છે. આ સન્માન પત્ર તેમના ત્યાગ, નિષ્ઠા અને લોકહિતના કાર્યનો સ્વીકાર છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તો અને આગેવાનો દ્વારા સૂંઢિયાને વધાવ્યા હતા અને તાળીઓના ગડગડાટ સાથે તેમને અભિનંદન પાઠવ્યા હતા. સન્માન પત્ર પ્રાપ્ત કરતાં સૂંઢિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને આગલા દિવસોમાં પણ સમાજ માટે સતત કાર્ય કરતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ પ્રસંગે ધાર્મિક મહિમા સાથે સમાજના કાર્યકરોને માન્યતા અપાતા કાર્યક્રમને અનોખી ગૌરવની છાપ મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR