લાઠી ટાઉનમાંથી ગુમ થયેલી મહિલાને શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવતી લાઠી પોલીસની માનવતાભરી કામગીરી
અમરેલી, 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના લાઠી ટાઉનમાંથી થોડા દિવસ પહેલા એક મહિલા રહસ્યમય રીતે ગુમ થઈ જતાં તેના પરિવારજનોએ ચિંતા અનુભવી હતી. પરિવારની ફરિયાદ બાદ લાઠી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસ ટીમે હ્યુમન તથા ટેક્નિકલ સોર્સનો સહારો લઈ
લાઠી ટાઉનમાંથી ગુમ થયેલી મહિલાને શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવતી લાઠી પોલીસની માનવતાભરી કામગીરી


અમરેલી, 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના લાઠી ટાઉનમાંથી થોડા દિવસ પહેલા એક મહિલા રહસ્યમય રીતે ગુમ થઈ જતાં તેના પરિવારજનોએ ચિંતા અનુભવી હતી. પરિવારની ફરિયાદ બાદ લાઠી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસ ટીમે હ્યુમન તથા ટેક્નિકલ સોર્સનો સહારો લઈ તપાસ શરૂ કરી. સતત પ્રયત્નો બાદ મહિલાનો પતો મેળવી તેને સુરક્ષિત હાલતમાં શોધી કાઢવામાં આવી.

મહિલાને પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારબાદ પરિવારજનોને બોલાવી તેમની હાજરીમાં સુખદ મિલન કરાવાયું. લાંબા સમયથી ગુમ થયેલી મહિલા પોતાના પરિવાર સાથે ફરી મળતા ભાવનાત્મક દૃશ્યો સર્જાયા હતા. પરિવારજનોએ લાઠી પોલીસની તત્પરતા, માનવતા અને જાગરૂક કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

લાઠી પોલીસએ ફરી એકવાર સાબિત કર્યું કે પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ માનવતાની સેવા માટે પણ પ્રતિબદ્ધ છે. ગુમ થયેલા લોકોને શોધીને પરિવાર સુધી પહોંચાડવું એ તેમની સંવેદનશીલતા અને જવાબદારીનો ઉત્તમ દાખલો છે. આ ઘટનાથી સમાજમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને લોકોમાં પોલીસની માનવતાભરી છબી વધુ મજબૂત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande