સુરત, 3 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના ઘોડ દોડ રોડ વિસ્તારમાં બનેલા હત્યાના પ્રયાસની ઘટનાએ પગલે ચકચાર મચી ગઈ હતી. રેપ કેસના મુદ્દે ઘોડદોડ રોડની જમનાનગર સોસાયટી પાસે ખુનીખેલ ખેલાયો હતો. બળાત્કારના આરોપીઍ તેની સાથેના બે સહઆરોપીઓએ કોર્ટમાં મુદ્ત હોવાથી સાથે લઈ જવાના બહાને ઘરે બોલાવ્યા બાદ ઘરનો મુખ્ય દરવાજાની જાળી લોક કરી દીધા બાદ તેની પત્ની સાથે મળી સમગ્ર બળાત્કારનો કેસ પોતાના માથે લઈ લેવાનું કહી બંને સહ આરોપી મિત્રોની હત્યા કરવાના ઈરાદે કુહાડી વડે માથા, પીઠ સહિત શરીરના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંક્યા હતા. જીવલેણ હુમલામાં બને લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત થયા હતા. એટલુંજ નહીં બંને બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા તેમજ આ દરમિયાન પોલીસ અને ઍમ્બ્યુલન્સ પણ સ્થળ પર દોડી આવી બંને મિત્રોને બહાર કાઢી લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવ અંગે પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી હુમલાખોર દંપતિની ધરપકડ કરી આગળની
કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી, ઈકલેરા ચોકડી, શ્રી હરી રેસીડેન્સીમાં રહેતા અને ડીલીવરી બોય તરીકે નોકરી કરતા 29 વર્ષીય યોગેશ ઉર્ફે યોગી અરૂણ પવાર, તેનો મિત્ર ધુવ લશ્કરી અને જયેશ બડોદેકર સામે સને
2020માં ઉમરા પોલીસમાં બળાત્કારનો ગુનો દાખલ થયો છે. જે કેસમાં કોર્ટમાં મુદત પડી રહી છે. ગત 29મી ઓગસ્ટ રોજ કોર્ટમાં કેસની મુદતમાં યોગેશ અને ધુવ હાજર રહ્યા હતો. જયારે યોગેશ હાજર રહ્યો ન હતો, જેથી કોર્ટમાં કેસ ચાલ્યો ન હતો. જેથી યોગેશે જયેશની પત્ની ગાયત્રીબેનને જયેશ કોર્ટમાં હાજર રહેતો નથી, જજ સાહેબ ગુસ્સે થાય છે. આવતી 2 સપ્ટેબરની મુદ્તમાં જયેશને હાજર રાખજા હોવાની વાત કરી તમામ કોર્ટમાંથી છુટા પડ્યા હતા. દરમિયાન ગત તા 1લી સપ્ટેમ્બરના રોજ ગાયત્રીબેનઍ યોગેશને ફોન કરી ધુવનો મોબાઈલ નંબર માંગ્યો હતો પરંતુ તે બંધ આવતો હતો ત્યારબાદ થોડી વારમાં ફરી ગાયત્રીબેનના મોબાઈલ નંબરથી જયેશ બોડેદેકરે ફોન કરી હું ગાડી લઈને જતો હતો ત્યારે રસ્તામાં કુતરુ આવી જતા મારુ ઍક્સીડન્ટ થયુ છે તો તુ મને દવાખાને લઈ જઈશે હોવાનુ કહેતા યોગેશને ના પાડી હતી, ત્યારબાદ જયેશે ધુવનો મોબાઈલ નંબર માંગતા આપ્યો હતો તે વખતે ફરી જયેશે મારી રીપેરીંગમાં છે તો આવતી કાલે કોર્ટમાં તારીખમાં મને લઈ જજે હોવાનુ કહેતા યોગેશે હા પાડી હતી. બીજા દિવસે ઍટલે ૨ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં મુદ્ત હોવાથી જયેશ, ધુવ
સવારે દસ વાગ્યે જયેશને લેવા માટે તેના ઘોડ દોડ રોડ, જમનાનગર નંદનવન સોસાયટીમાં આવેલા ઘરે ગયા હતા ત્યાં બંને મિત્રનો હોલમાં બેસાડી કોફી પીવા માટે આપી હતી આ દરમિયાન જયેશ અને તેની પત્નીઍ મારે થોડુ કામ છે કહી નીચે જવા લાગ્યા હતા આ વખતે યોગેશે ગાયત્રીબેનને અબ યે દોનો આ ગયે હૈ, અબ છોડના મત એવી વાત કરતા સાંભળી ગયો હતો પરંતુ યોગેશએ આ બંને જણાની વાતચીત હશે ઍમ સમજી કોફી પીવા લાગ્યો હતો.
આ દરમિયાન જયેશ ઍકાઍક કુહાડી લઈને આવી યોગેશ અને ધુવ ઉપર તુ઼ડી પડ્યો હતો. બંને જણાને માથા, પીઠ, હાથ સહિતના ભાગે ઘા માર્યા હતા. ધુવ ધક્કો મારી દાદરથી નીચે ભાગી ગયો હતો. અને યોગેશ ઝપાઝપી કરતો હતો આ દરમિયાન જયેશ નીચે પડતા તેણે પણ પોતાનો જીવ બચાવી દાદરથી નીચે ભાગ્યો હતો ત્યારે દાદર પર ધુવ લોહીલુહાણમાં પડ્યો હતો. બંને જણાએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. જયેશ કેમ મારે છે હોવાનુ પુછતા રેપનો કેસ તમે તમારા ઉપર લઈ લો અત્યારે જીવતા છો આગળ જીવવા નહી રહેવા દે તેમ કહી ધમકી આપી હતી આ દરમિયાન પોલીસ આવી જતા જયેશ ઉપરથી ભાગી ગયો હતો પોલીસે બંને જણાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે