બાલિયાસણ ગામે નવા નંદઘરનું લોકાર્પણ, GSPC CSR ભંડોળથી આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ
મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા બાળ વિકાસ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આ જ હેતુસર GSPCના CSR ભંડોળ હેઠળ લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા આંગણવાડી કેન્દ
બાલિયાસણ ગામે નવા નંદઘરનું લોકાર્પણ, GSPC CSR ભંડોળથી આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ


મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા બાળ વિકાસ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આ જ હેતુસર GSPCના CSR ભંડોળ હેઠળ લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ. 24.95 લાખના ખર્ચે ઉભા કરાયેલા આવા આધુનિક કેન્દ્રોમાંથી મહેસાણા તાલુકાના બાલિયાસણ ગામે આજે નવા નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવા નંદઘરમાં બાળકો માટે શિક્ષણ, પોષણ અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ, માતાઓ માટે પણ માર્ગદર્શન અને સહાયકાર્ય હાથ ધરાશે. અધિકારીઓએ જણાવ્યું કે આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય સ્તરે બાળ વિકાસ અને મહિલાઓના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. GSPCના CSR અંતર્ગત મળતી મદદથી આધુનિક સુવિધાઓ ધરાવતા નંદઘરો ઉભા થતા ગામડાના બાળકોને ઉત્તમ વાતાવરણ મળશે.

બાલિયાસણ ગામમાં નવા નંદઘરના લોકાર્પણથી ગ્રામજનોમાં આનંદ છવાઈ ગયો હતો. આ પહેલથી ગામના બાળ શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande