જામનગરની ખાનગી કંપનીના રૂ.10 લાખના લોખંડની ચોરી કરી છેતરપિંડી: 7 સામે ફરિયાદ
જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના વે-બ્રિજ ઓપરેટર કે જે ટ્રક ચાલકો સાથે મોટું કારસ્તાન રચ્યું હતું, અને કંપનીમાં પહોંચાડવામાં આવેલા લોખંડના જથ્થામાંથી આશરે 10 લાખનું લોખંડ બારોબાર રસ્તામાં કાઢી લઈ
ફરિયાદ


જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના વે-બ્રિજ ઓપરેટર કે જે ટ્રક ચાલકો સાથે મોટું કારસ્તાન રચ્યું હતું, અને કંપનીમાં પહોંચાડવામાં આવેલા લોખંડના જથ્થામાંથી આશરે 10 લાખનું લોખંડ બારોબાર રસ્તામાં કાઢી લઈ કંપની સાથે અને ટ્રાન્સપોર્ટ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ મેધપર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે આગળની કાર્યવાહી ચલાવાઈ રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતો અને ખાનગી કંપનીમાં વે બ્રીજ ઓપરેટર તરીકે નોકરી કરતો કિશોર સિંહ ભુપતસિંહ જાડેજા કે જેણે 6 જેટલા ટ્રક ટેલરના ડ્રાઇવર વગેરે સાથે મિલાપી પણું કરીને ખાનગી કંપની તથા ટ્રાન્સપોર્ટ કંપનીને ચૂનો લગાવવાનું કાવતરું રચ્યું હતું. તમામ લોકોએ એકત્ર થઈને લોખંડના વજનમાં ફેર દર્શાવી રસ્તામાં અંદાજે 10 લાખ રૂપિયાનું લોખંડ કાઢી લઇ છેતરપિંડી કરી હતી. આખરે આ મામલો પડાણા પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં ટ્રાન્સપોર્ટ કંપનીના નવા કેસર રામચંદ્ર મિશ્રાએ ખાનગી કંપનીના ઓપરેટર કિશોરસિંહ ભુપતસિંહ જાડેજા તેમજ અન્ય અલગ અલગ 6 ટ્રકના ચાલક કેવરા રામ જોઇતારામ, નગારામ ધનારામ, જગદીશ આસુરામ, અને જોગા રામ ઉગારામ અને પ્રકાશ ધર્મરામ સામે ફરિયાદ નોંધાવી છે.

તમામ આરોપીઓએ વેબ્રિજમાં ખોટા વજન દર્શાવી તેમાંથી અલગ અલગ ટ્રકમાંથી અંદાજે દસ લાખ રૂપિયાનું લોખંડ બારોબાર ઉતારી લીધું હતું. અને કંપનીમાં 1,93,500 કિલો વજનનો સામાન પહોંચાડવાનો હતો પરંતુ તેમાંથી 22,209 કિલો લોખંડના સળિયા કાઢી લીધા હતા જેથી સાતેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande