જામનગર: લાલપુરના કાન વિરડી ગામમાં વૃદ્ધાના કાનમાંથી સોનાના ઠોળિયાની ચિલઝડપ
જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાન વિરડી ગામમાં પગપાળા ચાલીને જઈ રહેલા એક વૃદ્ધાના કાનમાંથી ડબલ સવારી બાઈકમાં આવેલા બે ગઢીયાઓ રૂપિયા 60,000 ની કિંમતનું સોનાનું ઠોળિયું ચિલઝડપ કરીને ભાગી છૂટ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા
ફરિયાદ


જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાન વિરડી ગામમાં પગપાળા ચાલીને જઈ રહેલા એક વૃદ્ધાના કાનમાંથી ડબલ સવારી બાઈકમાં આવેલા બે ગઢીયાઓ રૂપિયા 60,000 ની કિંમતનું સોનાનું ઠોળિયું ચિલઝડપ કરીને ભાગી છૂટ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુરના કાન વીરડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભીખુભાઈ જેરામભાઈ મઘોડિયા નામના 29 વર્ષના ખેડૂત યુવાને ગઈકાલે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું હતું કે પોતાના 83 વર્ષની વયના વૃદ્ધ દાદીમાં ગામની સીમમાંથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા, જે દરમિયાન 25થી 30 વર્ષની વયના બે અજ્ઞાત ગઠિયાઓ ડબલ સવારી બાઇકમાં આવ્યા હતા, અને હિરુબેનના કાનમાંથી રૂપિયા 60,000 ની કિંમતનું એક ઠોળિયું ચીલ ઝડપ કરીને ભાગી છુટ્યા હતા.

આ બનાવની જાણ થતાં લાલપુરના એએસઆઈ ડી.ડી.જાડેજા તેમજ તેઓની ટીમ સમગ્ર મામલામાં ઉંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે. બનાવના સ્થળે આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરા ન હોવાના કારણે પોલીસ ગઠિયાને શોધવા માટે મથામણ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande