સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરોને નિશાન બનાવતી ચંડાળ ચોકડીને જામનગર એલસીબીએ ઝડપી લીધી
જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.):જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડીને જામનગરની એલસીબી શાખાની ટુકડીએ ઝડપી લીધી છે. જેઓએ કુલ છ મંદિરોને નિશાન બનાવીને ચોરી કરી લીધી હોવાનું સામે આવ
ચોરી


જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.):જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડીને જામનગરની એલસીબી શાખાની ટુકડીએ ઝડપી લીધી છે. જેઓએ કુલ છ મંદિરોને નિશાન બનાવીને ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

જામનગરની એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પી.એન.મોરી તથા અન્ય સ્ટાફ દ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા મંદિર ચોરીના વણશોધાયેલ ગુના શોઘી કાઢવા અંગે, જરૂરી વર્ક આઉટ કરી, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા. દરમિયાન તેઓને હકિકત મળેલ કે, જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામાં રાત્રી દરમ્યાન સીમ વિસ્તાર આવેલ મંદિરોને ટારગેટ કરી ચોરીને અંજામ આપના ઇસમો લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમ પાસે રોડ ઉપર મંદિર ચોરીને અંજામ આપનાર ચાર ઇસમો સ્વીફટ કાર તથા બે મો.સા. સ્પ્લેન્ડરમાં લઇ ચોરી કરેલ ચાંદી તથા ધાતુના છતરો, મુગટ વગેરે સગેવગે કરવાની પેરવી કરી રહયા છે.

જે હકીકત આધારે 1) નાથાભાઇ વીરાભાઇ ખરા (ઉ.વ.૨૭, ખોડિયારનગર ઘઉંના ગોડાઉનની પાછળ દરેડ ગામ તા.જામનગર.) 2) રવિભાઇ વીરાભાઇ ખરા ( મંજૂરી રહે. ખોડીયાર નગર શંકરના મંદિરની પાછળ દરેડ ગામ તા.જામનગર) 3) ખોડાભાઇ ઉર્ફ ભરત માનસૂરભાઈ ખરા (ઉ.વ.૩૩ ધંધો મંજૂરી રહે. માધવ સોસાયટી દરેડ ગામ તા.જામનગર) અને 4) ખીમાભાઇ પુંજાભાઇ રાઠોડ (ઉ.વ.૪૨ ધંધો કડિયાકામ રહે.ઠેબા ચોકડી પાસે તા. જી.જામનગર મુળ રહે. શેઠ વડાળા)ને પકડી પાડી મજકુર ઇસમના કબ્જા હેઠળની ચોરીમા ગયેલ, ચાંદીના દાગીના તથા અન્ય મુદામાલ મળી આવતા કબ્જે કરી લીધો હતો. જ્યારે તેના એક સાગરીત નાથાભાઈ હીરાભાઈ સાગઠીયા (રહે.બાધલા ગામ તા.લાલપુર) ને ફરાર જાહેર કર્યો છે, અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરોક્ત આરોપીઓએ ગલ્લા ગામમા આવેલ ’’ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચોરી કરી હતી. જે ચોરીના જર્મન સીલ્વર ધાતુ છતર-4 કિ.રૂ.2400/- કબ્જે કર્યા છે. તેમજ લાલપુરના ખટીયા ગામમા આવેલ ’’કોટેશ્વર મહાદેવ ના મંદિર’’માંથી ચોરી કરી હતી, જે જર્મન સીલ્વર ધાતુ છતર-1 કિ.રૂ.1800 નું કબ્જે કરેલ છે.

જ્યારે જગા ગામમા આવેલ ’’રામાપીરના મંદિરમાં ચોરી કરી હતી, તે મંદિરના ચાંદીના છતર-2 તથા ચાંદીના પગલા જોડી-1 કિ.રૂ.30,000 કબ્જે કરેલ છે. અને ભાયાવદરમાં આવેલા ખોડીયાર માતાજીના મંદીરમા ચોરી કર્યાનું તેમજ ભાયાવદરના હિંગળાજ માતાજીના મંદીર માંથી ચોરી કરી હોવાની કબુલાત કરી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી આશાપુરા માતાજીના મંદીર માંથી ચોરી કરી હોવાની કબુલાત આપી છે અને તે અંગેનો ચોરાઉ મુદ્દામાલ પણ એલસીબીની ટીમ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande