જૂનાગઢ જિલ્લામાં, રીમોટ સંચાલિત ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
જૂનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના ક્રિટીકલ/ સ્ટ્રેટઝીકલ ઈન્સ્ટોલેશન સ્થળો ખાતે ઉપલી સત્તા તરફથી અન્ય કોઇ ફેરફાર ન થાય ત્યાં સુધી આ સ્થળો તથા તેની આજુબાજુના યાદીમાં જણાવ્યા અનુસારના વિસ્તારોમાં રિમોટથી ચલાવાતા, ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા,
જૂનાગઢ જિલ્લામાં, રીમોટ સંચાલિત ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો


જૂનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના ક્રિટીકલ/ સ્ટ્રેટઝીકલ ઈન્સ્ટોલેશન સ્થળો ખાતે ઉપલી સત્તા તરફથી અન્ય કોઇ ફેરફાર ન થાય ત્યાં સુધી આ સ્થળો તથા તેની આજુબાજુના યાદીમાં જણાવ્યા અનુસારના વિસ્તારોમાં રિમોટથી ચલાવાતા, ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઇડ રીમોટ કંટ્રોલ, માઇક્રો લાઇટ એર ક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.બારડ, જૂનાગઢને મળેલી સત્તાની રૂએ રેડ ઝોનમાં રીમોટથી ચાલતા એરક્રાફટ સીસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે નહિ, યલો ઝોનમાં એરક્રાફ્ટ સીસ્ટમ કે ડ્રોન ઉડાડવા માટે ડીઝીસ્કાય એપ ઉપરથી મંજુરી મળી શકશે. તે માટે ડીઝીસ્કાય એપ ઉપર અરજી કરવાની રહેશે અને ગ્રીન ઝોનમાં ડીઝીસ્કાય ઉપરથી મંજુરીની રાહ જોયા સિવાય ગ્રીન ઝોનમાં રીમોટથી ચાલતા એરક્રાફ્ટ સીસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે. તેમજ રેડ તથા યલો ઝોન સિવાયના વિસ્તારો ગ્રીન ઝોન ગણાશે.

આ તમામ ઝોનની આસપાસના બફર ઝોનમાં લગત ઝોનને અનુરૂપ અમલવારી કરવાની રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ તાત્કાલિક અસરથી આગામી તારીખ ૨૯-૧૦-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર નિયમ મુજબ શિક્ષાને પાત્ર થશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande