જૂનાગઢ જિલ્લામાં શિક્ષક દિન નિમિત્તે, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરાશે
જૂનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) દર વર્ષે તા.૫ સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના સંદર્ભમાં જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૫/૯/૨૦૨૫ ના સવારે ૧૦-૩૦ કલાકે બહાઉદીન કોલેજ ખાતે સમાર
જૂનાગઢ જિલ્લામાં શિક્ષક દિન નિમિત્તે, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરાશે


જૂનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) દર વર્ષે તા.૫ સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના સંદર્ભમાં જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૫/૯/૨૦૨૫ ના સવારે ૧૦-૩૦ કલાકે બહાઉદીન કોલેજ ખાતે સમારોહ યોજાશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં જૂનાગઢ જિલ્લામાંથી ૭ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ ૩ અને તાલુકા કક્ષાએ ૪ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.જેમા જૂનાગઢ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે વાઘેલા શૈલેન્દ્રસિંહ, ઉર્જાબેન લયશકુમાર હિંડોચા અને રાવલ વિપુલકુમારની પસંદગી થઈ છે.

તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે જૂનાગઢ શહેરમાં બોઘરા કિરણબેન નાગજીભાઈ, કેશોદ તાલુકામાંથી ચૌહાણ પ્રવીણકુમાર છગનભાઈ, વંથલી તાલુકામાંથી ચાવડા ધર્મિષ્ઠાબેન હમીરભાઈ, મેંદરડા તાલુકામાંથી, નાઘેરા ગીતાબેન ભોજાભાઈ પસંદગી પામ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande