જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો, કલા મહાકુંભ સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ખાતે યોજાયો
જૂનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ- ગાંધીનગર દ્વારા અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગરના ઉપક્રમે વર્ષ ૨૦૧૭ થી કલા મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા યુવા અને
મહાનગરપાલિકા કક્ષાનો કલા મહાકુંભ


જૂનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ- ગાંધીનગર દ્વારા અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગરના ઉપક્રમે વર્ષ ૨૦૧૭ થી કલા મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- જૂનાગઢ દ્વારા વર્ષ ૨૦૨૫- ૨૦૨૬ નો જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો કલા મહાકુંભ સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ પ્રકારની કૃતિઓમાં ૧૭૫૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કલા મહાકુંભમાં જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ કૃતિઓમાં એકપાત્રીય અભિનય, વક્તૃત્વ, નિબંધ, લોક નૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત ભજન, તબલા, હાર્મોનિયમ, કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોક વાર્તા, દુહા છઁદ ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, સ્કુલ બેન્ડ, ઓરગન, કથક, શાસ્ત્રીય કંઠય સંગીત હિન્દુસ્તાની શૈલી, આમ અલગ અલગ ૨૩ પ્રકારની કૃતિઓનો સમાવેશ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો. જેમાં ૦૩ પ્રકારના વિવિધ વયજૂથના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનું કૌવત દર્શાવ્યું હતું.

કલા મહાકુંભમાં મહાનગરપાલિકા કક્ષાના પ્રથમ ક્રમાંકના વિજેતાને ઇનામ રૂપે રૂ.૧૦૦૦, દ્વિતીય ક્રમાંકના વિજેતાને રૂ.૭૫૦ અને તૃતીય ક્રમાંકના વિજેતાને રૂ.૫૦૦ ડી.બી.ટી. ના માધ્યમથી ચુકવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande