લાલપુર તાલુકાના મોડપર ગામની તાલુકા શાળાના વિદ્યાર્થીઓને કિચન ગાર્ડનિંગની અપાઈતાલીમ
જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.): પર્યાવરણની જાળવણી અને પોષણયુક્ત આહારના મહત્વ અંગે જાગૃતિ લાવવા શિક્ષણ વિભાગ અને સ્વ. જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ''સ્વચ્છ હાલાર'' કાર્યક્રમ અંતર્ગત લાલપુર તાલુકાના મોડપર ગામની તાલુક
ગાર્ડનિંગ


જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.): પર્યાવરણની જાળવણી અને પોષણયુક્ત આહારના મહત્વ અંગે જાગૃતિ લાવવા શિક્ષણ વિભાગ અને સ્વ. જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 'સ્વચ્છ હાલાર' કાર્યક્રમ અંતર્ગત લાલપુર તાલુકાના મોડપર ગામની તાલુકા શાળાના વિદ્યાર્થીઓને કિચન ગાર્ડનિંગની તાલીમ આપવામાં આવી હતી.

​આ કાર્યક્રમમાં શાળાના મેદાન અને કુંડામાં રીંગણી, ટમેટી, મરચા, લીંબુ, મીઠો લીમડો, સરગવો અને પપૈયા સહિત વિવિધ શાકભાજીના કુલ 67 રોપા વાવવામાં આવ્યા હતા.સ્વચ્છ હાલાર કાર્યક્રમની ટીમે વિદ્યાર્થીઓને શાકભાજી ઉગાડવાની અને કુદરતી ખાતર બનાવવાની સરળ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું જેમાં શાળાની સ્વચ્છતા સમિતિના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પર્યાવરણનું મહત્વ અને કિચન ગાર્ડનિંગના ફાયદાઓ વિશે પ્રાયોગિક અને રસપ્રદ રીતે જ્ઞાન આપવાનો હતો, જેથી તેઓ પોતાના ઘરોમાં પણ આવી પ્રવૃત્તિઓ કરી શકે અને તાજા શાકભાજીનો ઉપયોગ કરી શકે. શાળામાં ઉગાડવામાં આવેલા આ શાકભાજીનો ઉપયોગ બાળકોના મધ્યાહન ભોજનમાં કરવામાં આવશે, જે તેમને પોષણયુક્ત આહાર પૂરો પાડશે.

​આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય જયેશભાઈ ગાગીયા, શાળાના આચાર્ય કિરણબેન શિલુ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને સ્વચ્છ હાલારની ટીમે સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande