PC& PNDT એક્ટ વિશે કાયદાકીય સેમિનારનું કરાયુંં આયોજન
વડોદરા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): વડોદરા જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત DHEW સ્ટાફના સંયોજન હેઠળ કરજણ તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે આશાવર્કર બહેનો માટે એક મહત્વપૂર્ણ કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હે
PC&PNDT એક્ટ વિશે કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું


વડોદરા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): વડોદરા જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત DHEW સ્ટાફના સંયોજન હેઠળ કરજણ તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે આશાવર્કર બહેનો માટે એક મહત્વપૂર્ણ કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ આશાવર્કરોને PC&PNDT (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques) એક્ટ અંગે સંપૂર્ણ માહિતી પૂરી પાડવાનો હતો, જેથી તેઓ ગામડાના સ્તરે ગર્ભલિંગ તપાસ અને ગર્ભપાત જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જાગૃતિ ફેલાવી શકે.

સેમિનાર દરમિયાન નિષ્ણાત વક્તાઓએ PC&PNDT એક્ટના મહત્વપૂર્ણ પ્રાવધાનોને સરળ ભાષામાં સમજાવ્યા. આ કાયદા હેઠળ ગર્ભમાં બાળકના લિંગની તપાસ કરવી કે કરાવવી દંડનીય ગુનો ગણાય છે અને તેના માટે કડક સજા તેમજ દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે આરોગ્ય કેન્દ્રો, અલ્ટ્રાસાઉન્ડ સેન્ટરો અને સંબંધિત મેડિકલ પ્રોફેશનલોને આ કાયદા હેઠળ નિર્ધારિત નિયમોનું પાલન કરવું ફરજિયાત હોવાનું પણ સમજાવાયું. આશાવર્કર બહેનોને સમજાવવામાં આવ્યું કે તેઓ ગામડાના સ્તરે ગર્ભવતી સ્ત્રીઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે, તેથી તેમને આ કાયદાની જાગૃતિ આપવાની જવાબદારી વધુ છે. તેઓ ગર્ભવતી સ્ત્રીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકે, શંકાસ્પદ પરિસ્થિતિની જાણ તાત્કાલિક આરોગ્ય વિભાગ અથવા અધિકારીઓ સુધી પહોંચાડી શકે અને સમાજમાં લિંગ સમતોલન જાળવવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે.

આ કાર્યક્રમમાં આશાવર્કર બહેનોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. તેમણે પોતાના અનુભવ આધારિત પ્રશ્નો પૂછ્યા અને નિષ્ણાતોએ તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા. અંતે, મહિલા અને બાળ અધિકારીની કચેરીના પ્રતિનિધિઓએ આશાવર્કર બહેનોને કાયદાનું પાલન કરાવવા સાથે જ ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. આવા સેમિનારોથી ગ્રામ્ય સ્તરે ગર્ભલિંગ તપાસ સામે કાનૂની સમજણ વધે છે અને સમાજમાં કન્યા ભ્રૂણહત્યા જેવી કુપૃથાઓ અટકાવવા દિશામાં સકારાત્મક પરિવર્તન લાવવામાં આવ્યું

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande