પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનડી ગામમાં મનરેગા હેઠળ કમિશન પર મજૂરો રાખવામાં આવતા અને મેટ દ્વારા તેમના પગાર તેમના બેંક ખાતામાં જમા કરાવ્યા પછી કમિશનની રકમ કાપી અન્ય રકમ લઈ કૌભાંડ આચરવામાં આવેલ જે ઘટનાને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક પગલા ભરતા બે ટીડીઓ અને બે સિનિયર કર્મચારીઓને સાથે રાખીને કુલ ચાર સભ્યોની તપાસ કમિટીની રચના કરી છે. તપાસ કમિટી મંગળવારે જ ઉનડી ગામમાં તપાસ માટે પહોંચી હતી અને મેટ રમેશની પૂછપરછ હાથ ધરી હતી. બાદમાં વધુ વિગતો માટે કમિટી વારાહી કચેરી ખાતે તપાસ ચાલુ રાખી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ