સુરત,3 સપ્ટેમ્બર (હિ.સ.)- મહાજન અનાથ બાલાશ્રમ સંચાલિત બીકોમ, બીબીએ, બીસીએ કોલેજમાં તા.3/09/2025 ના રોજ ગણેશ ચતુર્થી પર્વ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા મહાઆરતી કરવામાં આવી તેમજ 56 ભોગ રાખવામા આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ચતુર્થી કાર્યક્રમમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ કૉલેજના અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે