મહેસાણા મહાનગરપાલિકા દ્વારા PMAY લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનો સન્માન સમારોહ
મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત લાભાર્થીઓને તેમના ઘરનાં પ્રમાણપત્રો આપવામાં આવ્યા. સાથે જ, શ
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા PMAY લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનો સન્માન સમારોહ


મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત લાભાર્થીઓને તેમના ઘરનાં પ્રમાણપત્રો આપવામાં આવ્યા. સાથે જ, શહેરની સ્વચ્છતા જાળવવામાં અવિરત યોગદાન આપનારા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા.

કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે PMAY યોજના દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોતાના સપનાનું ઘર પૂરું થવામાં સહાય મળી રહી છે. આ યોજના અંતર્ગત શહેરના અનેક પરિવારોને સીધી મદદ મળી રહી છે, જે સામાજિક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ છે.

સ્વચ્છતા ક્ષેત્રે કાર્યરત કર્મચારીઓના સમ્માન પ્રસંગે તેઓની સેવા ભાવનાને પ્રશંસા મળી. શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા માટે તેમના યોગદાનને અનમોલ ગણાવવામાં આવ્યું.

લાભાર્થીઓએ પ્રમાણપત્ર મેળવી આનંદ વ્યક્ત કર્યો અને સરકાર તથા મહાનગરપાલિકાનો આભાર માન્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર શહેરના વિકાસ અને સ્વચ્છતામાં પ્રેરણારૂપ બન્યો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande