અમરેલી, 3 સપ્ટેમ્બર (હિ.સ.): જિલ્લાનાં ખેડૂતગણ તથા લોકપ્રતિનિધિઓની તરફથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી રાઘવજી પટેલને વિનંતી કરવમાંંઆવી છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ–૨૦૨૪ અમરેલી જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. આ પેકેજ હેઠળ ખેડૂતોને પાક નુકસાનની પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ સહાય મળી રહી છે, જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
પરંતુ અમરેલી જિલ્લાના કેટલાક ગામો આ પેકેજમાંથી વંચિત રહી ગયેલા છે. આ ગામોના ખેડૂતોને પણ અનિચ્છનીય કુદરતી આફતો, વરસાદની અછત તેમજ પાક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના શ્રમનું યોગ્ય મૂલ્ય તેમને મળે અને તેઓ પરિસ્થિતિમાંથી ઉગરી શકે તે માટે બાકી રહી ગયેલા ગામોને તાત્કાલિક આ રાહત પેકેજમાં સામેલ કરવામાં આવે તેવી અમારી હાર્દિક રજૂઆત છે.
આ નિર્ણયથી અમરેલી જિલ્લાના તમામ ખેડૂતોને સમાન ન્યાય મળશે તથા તેમની જીવિકામાં સ્થિરતા આવશે. કૃષિ ગુજરાતની આર્થિક રીડ છે, અને ખેડૂતોને યોગ્ય સહાય આપવી સરકારની જવાબદારી છે. આપ ત્વરિત પગલાં લઇ અમરેલી જિલ્લાના તમામ બાકી ગામોને કૃષિ રાહત પેકેજ–૨૦૨૪માં સામેલ કરો તેવી અમારી નમ્ર વિનંતી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai