હારીજ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્લેસમેન્ટ ડ્રાઈવનું સફળ આયોજન
પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજની ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રોજગારલક્ષી પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અક્ષર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સર્વિસ કંપનીએ ભાગ લીધો હતો અને કંપનીના મેનેજરે સ્વયં હાજરી આપી પ્લેસમેન્ટ પ્ર
હારીજ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્લેસમેન્ટ ડ્રાઈવનું સફળ આયોજન


પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજની ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રોજગારલક્ષી પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અક્ષર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સર્વિસ કંપનીએ ભાગ લીધો હતો અને કંપનીના મેનેજરે સ્વયં હાજરી આપી પ્લેસમેન્ટ પ્રક્રિયાનું સંચાલન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોલેજના ઉદિશા પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર ડૉ. માનસિંહભાઈ એમ. ચૌધરી અને અધ્યાપક ડૉ. મનોજભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ટેકપાલ આનંદના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગુજરાત સરકાર દ્વારા યોજાતા આવા રોજગારલક્ષી કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે કારકિર્દી નિર્માણનું મહત્વપૂર્ણ સાધન બની રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande