સુરત, 3 સપ્ટેમ્બર (હિ.સ.)- સલાબતપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો ફેસબૂક મારફતે મહારાષ્ટ્રના નાગપુરના યુવક સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ નરાધમ યુવકે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગન કરવાની તેમજ તેના બાળકોને પણ અપનાવવાની વાત કરી સુરત મળવા માટે આવી અવાર નવાર હોટલમાં લઈ જઈ શારીરીક સંબંધો બાંધ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પરિણીતાએ મોહમંદ ઈમરાન મુસ્તાક અહેમદ (રહે, શીવશક્તિ નગર, ઉપલવાડી, નાગપુર, મહારાષ્ટ્ર) સામે ફરિયાદ નોધાવી છે. ના મોહમ્મદ ઇમરાન મુસ્તાક ઍહમદ (રહે. શિવશક્તિનગર, ઉપલવાડી) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં જણાવ્યું હતું કે આરોપી મોહમંદ ઈમરાન મુસ્તાકે ઍિલ માસમાં ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ઓળખાણ કરી હતી.
મોહમંદ ઈરામને પરિણીતાને પોતાના પ્રેમજાળમાં ફસાવી તારા પતિને છુટાછેડા આપી દજે હું તારી સાથે લગન કરવા તૈયાર છુ. હું તને અને તારા બાળકોને અપનાવવા માટે તૈયાર છું હું કુવારો છું. મારા લગન થયા નથી. તુ મને ગમે છે મારે તારી સાથે જ લગન કરવા છે. વિગેરે જેવી વાતો કરી વિશ્વાસમાં લીધા બાદ પરિણીતાને મળવા માટે સુરત આવતો હતો. ત્યારે પરિણીતાને હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ પરિણીતાને તેના પતિને મારવાની તેમજ પ્રેમસંબંધની વાત જણાવી દેવાની ધમકી આપી વારંવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરિણીતાએ શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરતા તેને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળાગાળી કરી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે