પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામા મંદિર ચોરીઓ આચરનાર ચાર ઇસમોને ચોરીના મુદામાલ સાથે પકડી પાડી –6 મંદિર ચોરીઓનો ભેદ ઉકલ્યો છે. ઘુમલી આશાપુરા માતાજીના મંદિરની ચોરીને લઈ પોરબંદર બ્રહ્મસમાજે દેવભૂમિ દ્રારકાના એસપીને રજુઆત કરી હતી ચોરીનો ભેદ ઉકેલાતા બ્રહ્મસમાજના આગેવાનોએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.
પોલીસ અધિક્ષક ડો રવિ મોહન સૈની સાહેબ નાઓએ ધરફોડ ચોરી, મંદિર ચોરી,વાહન ચોરીના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ..પી.એન. મોરી તથા સ્ટાફના માણસો ધ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા મંદિર ચોરીના વણશોધાયેલ ગુના શોધી કાઢવા અંગે, જરૂરી વર્ક આઉટ કરી, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા
દરમ્યાન એલ.સી.બી. ના ભયપાલસિંહ.જાડેજા ,અજયભાઈ વીરડા, સુમીતભાઈ શિયાર તથા ક્રિપાલસિંહ જાડેજા નાઓને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા રાત્રી દરમ્યાન સીમ વિસ્તાર આવેલ મંદિરોને ટારગેટ કરી ચોરીને અંજામ આપના ઈસમો લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમથી પાસે રોડ ઉપર મંદિર ચોરીને અંજામ આપનાર ચાર ઈસમો સ્વીફટ કાર તથા બે મો.સા. સ્પ્લેન્ડર મા લઈ ચોરી કરેલ ચાંદી તથા ધાતુના છતરો, મુગટ વગેરે સગેવગે કરવાની પેરવી કરી રહેલ છે તેવી હકીકત આધારે મજકૂર ઇસમને પકડી પાડી મજકુર ઈસમના કબ્જા હેઠળની ચોરીમા ગયેલ, ચાંદીના દાગીના તથા અન્ય મુદામાલ મળી આવતા કબ્જે કરી, મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ સી.એમ.કટેલીયા નાઓ એ કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.
*પકડાયેલ આરોપી*
1) નાથાભાઈ વીરાભાઈ ખરા ઉ.વ.27 ધંધો ભંગારનો વેપાર રહે. ખોડિયારનગર ઘઉંના ગોડાઉન ની પાછળ દરેડ ગામ તા.જામનગર
2) રવિભાઈ વીરાભાઈ ખરા ધંધો મંજૂરી રહે. ખોડીયાર નગર શંકરના મંદિરની પાછળ દરેડ ગામ તા.જામનગર
3) ખોડાભાઈ ઉર્ફ ભરત માનસૂરભાઈ ખરા ઉ.વ.33 ધંધો મંજૂરી રહે. માધવ સોસાયટી દરેડ ગામ તા.જામનગર
4) ખીમાભાઈ પુંજાભાઈ રાઠોડ ઉ.વ.42 ધંધો કડિયાકામ રહે.ઠેબા ચોકડી પાસે તા. જી.જામનગર મુળ રહે. શેઠ વડાળા ગામ તા.જામજોધપુર
અટક કરવાનો બાકી આરોપીઃ-
1) નાથાભાઈ હીરાભાઈ સાગઠીયા રહે.બાધલા ગામ તા.લાલપુર
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya