મહેસાણાના પાંચોટ મુકામે 76મા વન મહોત્સવ સમારોહમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ
મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણાના પાંચોટ મુકામે સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે મહેસાણા મહાનગરપાલિકા કક્ષાનો 76મો વન મહોત્સવ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક આગેવાનો, મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહ
મહેસાણાના પાંચોટ મુકામે 76મા વન મહોત્સવ સમારોહમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ


મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણાના પાંચોટ મુકામે સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે મહેસાણા મહાનગરપાલિકા કક્ષાનો 76મો વન મહોત્સવ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક આગેવાનો, મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો તથા નાગરિકોએ માતાના નામે એક વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણ સાથે માતૃશ્રદ્ધા વ્યક્ત કરી. આ અભિયાન દ્વારા સમાજમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. અધિકારીઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વધતી જતી ગરમી, પ્રદૂષણ અને પર્યાવરણ અસંતુલન સામે લડવા માટે વૃક્ષારોપણ સૌથી અસરકારક ઉપાય છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું અને તેનું સંવર્ધન કરવું જોઈએ.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા. સૌએ વૃક્ષોને જાળવવાની પ્રતિજ્ઞા લીધી. મહેસાણાના પાંચોટ ખાતે યોજાયેલ આ વન મહોત્સવ સમારોહ લોકજાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે યાદગાર બની રહ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande