પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જીલ્લામા અપમૃત્યુના બે બનાવ બનતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા સામતભાઈ ગીગાભાઈ મોકરીયા નામનો યુવાન છેલ્લા પાંચ વર્ષથી માનસીક બિમારીથી પીડતો હોય સારવાર કરવા છતા બિમારી કેડો મુકતી ન હોય આથી તેમણે કંટાળી અનાજમા નાંખવાના ટીકાડા ખાઈ આપઘાત કરી લીધો હતી અન્ય એક બનાવમાં પોરબંદરના ખારવાવાડમા યોગેશ મોહનભાઈ માલમ નામનો યુવાન ઇલેકટ્રીક ચકરીથી લાકડા કાપતો હતો તે દરમ્યાન તેમને વિજ શોક લાગતા તેમનુ મોત થયુ હતુ આ બનાવને લઇ ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya