પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના બોખીરા આવાસ યોજનામા રહેતી એક મહિલાએ ઝેર દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બોખીરા આવાસ યોજનામા રહેતા સંગીતાબેન તેમના પતિ જયેશ નટવરલાલ ગોહેલ થી છેલ્લા દોઢ વર્ષથી અલગ રહેતા આથી જયેશ અવારનાવર તેમની દિકરીને રમાડવા તેડી જતો હતો પરંતુ દિકરીને તેના ઘરે રાખતો ન હોય આથી તેનાથી હેરાન થતી હોવાથી સંગીતાબેનને લાગી આવતા તેમણે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયાં સમયસર સારવાર મળી જતા તેમનો જીવ બચી ગયો હતો આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya