સુરત, 3 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના ભીમરાડ ફાયર સ્ટેશન નજીક આજે વહેલી સવારે એક વિચિત્ર ઘટના બની હતી. 14માં માળે રહેતા પરિવારની પુત્રી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી સુઈ ગઈ હતી અને દરવાજો ખોલતી નહીં હતી. જેને પગલે પરિવારજનો ઘબરાય ગયા હતા. આ પરિસ્થતિ વચ્ચે માતા દોડીને ઘર નજીક આવેલા ભીમરાડ ફાયર સ્ટેશને પહોંચી ગઈ હતી. અને ત્યાં હાજર ફાયર જવાને આ અંગે જણાવ્યું હતું જેથી ફાયરના જવાનો તાત્કાલિક સ્થળે ઉપર દોડી ગયા હતા અને દરવાજો તોડીને તરૂણીને બહાર કાઢવાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભીમરાડ ફાયર સ્ટેશન સામે આવેલા સુમન આસ્થા આવાસમાં 14 માળ ઉપર રહેતા પરિવારની 12 વર્ષીય પુત્રી રાત્રે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી સુઈ ગઈ હતી. દરમિયાન આજે વહેલી સવારે તેની માતા તેને જગાડવા માટે ગઈ હતી. પરંતુ દરવાજો ખોલતી નહીં હતી. માતા દ્વારા વારંવાર તેણીએ બૂમો પાડી તેમજ દરવાજો ખટખટાવવા છતાં પુત્રી દરવાજો નહીં ખોલતા માતા સહિત પરિવારના સભ્યો ઘબરાય ગયા હતા.
જોકે આ પરિસ્થતિ વચ્ચે માતા ઘર નજીક જ આવેલા ભીમરાડ ફાયર સ્ટેશન પહોંચી ગઈ હતી. અને ત્યાં હાજર ફાયરના જવાનોને જણાવ્યું હતું કે તેમની પુત્રી દરવાજો ખોલી નહીં રહી છે.ફાયરના જવાનો પણ તાતકાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા હતા.અને ગણતરીના સમયમાં જ દરવાજો તોડી પડયા હતા. ત્યારે આ તરૂની અંદર ભર ઊંઘમાં સુઈ રહી હોવા જાણવા મળ્યું હતું. પુત્રીને સહીસલામત જોઈ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે