સુરત , 3 સપ્ટેમ્બર (હિ.સ.)- ઉધના પોલીસે મઢીની ખમણી સામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ટ્રાન્સઝેન્ડર સહીત ચાર આરોપીઓને પકડી પાડયા હતા.આરોપીઓ ફોર વ્હિલમાં દારૂની હેરફેર કરતા હતા.ત્યારે પોલીસે પકડી પાડ્યાં હતા.અને દારૂ સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના પોલીસ મથકના સર્વેલેન્સ સ્ટાફે મળેલી બાતમીને આધારે ઉધના મઢીની ખમણી સામે આવેલ ખુલ્લા પ્લોટમા રેઇડ કરી હતી અને ત્યાંથી એક વેગેનાર ફોર-વ્હીલર કાર ઝડપી પાડી તેની અંદરથી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.તેમજ ફોર વ્હિલમાં દારૂની હેરફેર કરતા આરોપીઓ ચેતન ઉર્ફે ઈશિતાકુંવર સોમચંદ્ર દરજી તથા ડેઝીકુંવર નિર્મલાકુંવર ( બને રહે.ચંદુભાઇના મકાનમા સંતોષીનગર નવાગામ ડીંડોલી )અને અજય ધીરૂભાઇ પટેલ ( રહે ચિત્રકુટનગર દશામાના મંદીરની બાજુમા કરાડવા રોડ ) તથા કિશનભાઇ ગગજીભાઈ બાવળીયા ( રહે ચિત્રકુટ નગર દશામાના મંદિરની ગલીમા ડીંડોલી ) નાઓની ધરપકડ કરી હતી.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો અને ફોર વ્હીલ સહીત કુલ્લે રૂ. 4. 43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે