નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). સરકારી કંપની નેશનલ બિલ્ડીંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ (એનબીસીસી) અને તેની પેટાકંપની હિન્દુસ્તાન સ્ટીલવર્ક્સ કન્સ્ટ્રક્શન લિમિટેડ (એચએસસીએલ) એ તેમના નફામાંથી સરકારને કુલ રૂ. 71.79 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરને, એનબીસીસી ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપી મહાદેવસ્વામી અને એચએસસીએલ ના ચેરમેન દ્વારા ઔપચારિક રીતે ચેક સોંપવામાં આવ્યો હતો.
આ માહિતી જાહેર કરતા મનોહર લાલે એક્સ પર લખ્યું કે, એનબીસીસી અને એચએસસીએલ દેશના બાંધકામ ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. એનબીસીસી ગુણવત્તા અને સમયસર કામ પૂર્ણ કરવામાં એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે, જ્યારે એચએસસીએલ મજબૂત માળખાગત સુવિધાઓ બનાવવામાં પણ યોગદાન આપી રહ્યું છે. તેમણે આ સિદ્ધિ માટે બંને ટીમોને અભિનંદન આપ્યા.
એનબીસીસી એ, નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 23.34 કરોડ અને 2025-26 માટે રૂ. 35.01 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું. દરમિયાન, એચએસસીએલ એ અનુક્રમે ₹ 11.25 કરોડ અને ₹ 2.19 કરોડનું યોગદાન આપ્યું. બંને કંપનીઓ દ્વારા કુલ ₹ 71.79 કરોડનું યોગદાન સરકારને આપવામાં આવ્યું.
એનબીસીસી ના ડિરેક્ટર સલીમ અહેમદ અને અંજીવ કુમાર જૈન, બંને કંપનીઓના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ