નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે
ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ
પહેલનું સ્વાગત કર્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આ યોજના પેલેસ્ટિનિયન અને
ઇઝરાયલી લોકો તેમજ વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્ર માટે, લાંબા ગાળાની અને સ્થાઈ શાંતિ, સુરક્ષા અને
વિકાસ માટે એક વ્યવહારુ માર્ગ પ્રદાન કરે છે.” મોદીએ આશા વ્યક્ત કરી કે,” તમામ
સંબંધિત પક્ષો સંઘર્ષને સમાપ્ત કરવા અને કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા માટે
રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલના સમર્થનમાં એક સાથે આવશે.”
પ્રધાનમંત્રીએ એક એક્સ-પોસ્ટમાં કહ્યું, અમે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ દ્વારા ગાઝા
સંઘર્ષને સમાપ્ત કરવા માટે, એક વ્યાપક યોજનાની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. તે
પેલેસ્ટિનિયન અને ઇઝરાયલી લોકો તેમજ વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્ર માટે લાંબા
ગાળાની અને સ્થાઈ શાંતિ, સુરક્ષા અને
વિકાસ માટે એક વ્યવહારુ માર્ગ પ્રદાન કરે છે. અમને આશા છે કે, તમામ સંબંધિત પક્ષો
રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલ પાછળ એક થશે અને સંઘર્ષને સમાપ્ત કરવા અને શાંતિ
સુનિશ્ચિત કરવાના આ પ્રયાસને સમર્થન આપશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ