આરબીઆઈના ગવર્નર બુધવારે સવારે 10 વાગ્યે, નાણાકીય નીતિ સમીક્ષા બેઠકનો નિર્ણય જાહેર કરશે
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રા બુધવારે સવારે 10 વાગ્યે, ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ચોથી ત્રણ દિવસીય દ્વિમાસિક સમીક્ષા બેઠક
આરબીઆઈ


નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય

મલ્હોત્રા બુધવારે સવારે 10 વાગ્યે, ચાલુ

નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય

નીતિ સમિતિ (એમપીસી)ની ચોથી ત્રણ

દિવસીય દ્વિમાસિક સમીક્ષા બેઠકનો નિર્ણય જાહેર કરશે. આર્થિક નિષ્ણાતો કહે છે કે,”

રિઝર્વ બેંક વ્યાજ દર (રેપો રેટ) માં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.”

ભારતીય રિઝર્વ બેંકે મંગળવારે એક્સ પર પોસ્ટ કર્યું

હતું કે,” આરબીઆઈના ગવર્નર 29 સપ્ટેમ્બરથી ચાલી રહેલી નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની ત્રણ દિવસીય

દ્વિમાસિક સમીક્ષા બેઠકના પરિણામ 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરશે.”

આર્થિક નિષ્ણાતો માને છે કે,” આરબીઆઈ આ વખતે, રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી

શકે છે. એસબીઆઈએ પણ એક

અહેવાલમાં આ શક્યતા વ્યક્ત કરી છે.”

એસબીઆઈ રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, “મુખ્ય વ્યાજ દર, રેપો રેટમાં 0.25%નો ઘટાડો

કેન્દ્રીય બેંક માટે યોગ્ય અને તાર્કિક રહેશે,કારણ કે આગામી

નાણાકીય વર્ષ 2026-27માં છૂટક ફુગાવો

નરમ રહેવાની ધારણા છે. આરબીઆઈ એ, ફેબ્રુઆરીથી ત્રણ હપ્તામાં રેપો રેટમાં 100 બેસિસ પોઈન્ટ

અથવા 1% સુધીનો ઘટાડો

કર્યો છે.”

ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઈ) ના આધારે ફુગાવામાં ઘટાડા વચ્ચે, રિઝર્વ બેંકે

ફેબ્રુઆરીથી રેપો રેટમાં 1% સુધીનો ઘટાડો

કર્યો છે. સતત ત્રણ રેપો રેટ ઘટાડા પછી, રિઝર્વ બેંકે ઓગસ્ટમાં તેને યથાવત રાખ્યો હતો. રેપો રેટ

હાલમાં 5.50% પર છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande