નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે
ગોળીબારની ધમકી આપવાના આરોપમાં, ભારતીય યુથ કોંગ્રેસે સોમવારે દિલ્હીના તુગલક રોડ
પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન એફઆઈઆર નોંધાવી હતી.
શનિવારે હિન્દુસ્થાન સમાચાર સાથે વાત કરતા, યુથ કોંગ્રેસના
કાયદાકીય વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રૂપેશ ભદોરિયાએ જણાવ્યું હતું કે,” તેઓ તેમની
કાનૂની ટીમ સાથે, તુગલક રોડ પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ દિલ્હી પોલીસે તેમની લેખિત ફરિયાદ
નોંધવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ, તેમણે દિલ્હી પોલીસ કમિશનર, સ્પેશિયલ કમિશનર અને એસીપી તુગલક રોડને ઓનલાઈન
ફરિયાદ મોકલી છે.”
તેમણે જણાવ્યું હતું કે,” જો પોલીસ આ મામલે કાર્યવાહી નહીં
કરે, તો તેઓ ટૂંક
સમયમાં સીઆરપીસીની કલમ 156(3)
હેઠળ કોર્ટનો
સંપર્ક કરશે.”
ભદોરિયાએ જણાવ્યું હતું કે,” ટીવી ચેનલો પર નિવેદન પ્રસારિત
થવાને કારણે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ અને ડિજિટલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (એનડીબીએસએ) માં
પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.”
ભદોરિયાએ કહ્યું કે,” દિલ્હી પોલીસે આ મામલે ફરિયાદ ન
નોંધાવવાનું માનસિક રીતે નક્કી કરી લીધું હતું. પોલીસ કેસ દબાવવાનો પ્રયાસ કરી રહી
છે, પરંતુ અમે પાછળ
હટીશું નહીં. ન્યાયિક પ્રક્રિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ