મોડાસા, 4 સપ્ટેમ્બર (હિ.સ.)
ડૉ આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કોલેજ, ઊંઝા ખાતે મેજર ધ્યાનચંદના જન્મદિવસની યાદમાં ખેલકૂદ વ્યાયામયોગ ધારા અને જિમખાના સમિતિના ઉપક્રમે આચાર્ય ડૉ. જગદીશ એચ. પ્રજાપતિના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઊજવણી કરવામાં આવી. ખેલકૂદ વ્યાયામ યોગ ધારા સંયોજક પ્રા. રાકેશ મિશ્રાએ સમગ્ર કાર્યક્રમનુ સંકલન કર્યુ હતું અને સંકલ્પ લેવડાવ્યા હતા. જેમાં જુદી જુદી રમતોનુ આયોજન કરવામાં આવ્યું. જે પૈકી દોડમાં ૧૭, બેડમિંટનમાં ૨૦, ત્રિપગીદોડમાં ૧૬, સંગીત ખુરશીમાં ૨૦, ક્રિકેટ મેચમાં ત્રણ ટીમ સહીત કુલ ૯૦ વિદ્યાર્થી ભાઈ બહેનોએ સક્રિય ભાગ લઇ સ્પોર્ટ્સ ડેની ઊજવણી સાર્થક કરી હતી. પ્રિ ડો જગદીશ એચ પ્રજાપતિએ હોકીના જાદુગર તરીકે પ્રસિધ્ધ મેજર ધ્યાનચંદે ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૬ના ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ આપાવવામાં આપેલ યોગદાનની માહીતી આપી હતી.
દોડ બહેનોમાં પ્રથમ ક્રમે કશિશ પટેલ(સેમ ૫),બીજા ક્રમે કૃપા પ્રજાપતિ(સેમ ૫), ત્રીજા ક્રમે ધ્રુવી પટેલ(સેમ 3) તથા દોડ ભાઈઓમાં પ્રથમ ક્રમે લોરિયા મુસા(સેમ ૧), બીજા ક્રમે હર્ષ રાજપૂત(સેમ ૩), ત્રીજા ક્રમે તુષાર ઠાકોર(સેમ ૧) વિજેતા થયા. બેડમિંટન બહેનોમાં પ્રથમ ક્રમે યાના ચૌધરી(સેમ 1), બીજા ક્રમે કવિતા જાખેસરા (સેમ 5), ત્રીજા ક્રમે ધ્રુવી પટેલ (સેમ ૩) તથા બેડમિંટન ભાઈઓમાં પ્રથમ ક્રમે જયમીન પ્રજાપતિ(સેમ 5), બીજા ક્રમે વિવેક ભરિયાની(સેમ 3), ત્રીજા ક્રમે જયદીપસિંહ ઠાકોર(સેમ 1) વિજેતા થયા. ક્રિકેટમાં સેમ ૫ ની ટીમ વિજેતા બની. ત્રિપગી દોડમાં પ્રથમ ક્રમે કૃપા પ્રજાપતિ અને કશીશ પટેલ(સેમ 5), બીજા ક્રમે ધ્રુવી પટેલ અને હારવી રાજપૂત (સેમ 3), ત્રીજા ક્રમે હેલી પટેલ અને નૈસર્ગી પટેલ(સેમ 1) વિજેતા થયા. સંગીત ખુરશીમાં પ્રથમ ક્રમે કવિતા જાખેસરા(સેમ 5), બીજા ક્રમે કૃપા પ્રજાપતિ (સેમ 5), ત્રીજા ક્રમે હેલી પટેલ(સેમ 1) વિજેતા થયા. કાર્યક્રમના સફળ સંચાલનમાં પ્રા. કુમન ગાગલિયા, પ્રા. ચિત્રા શુક્લા, પ્રા મહેશ ચૌધરી, પ્રા એકતા પટેલ, પ્રા યુક્તા પટેલ, પ્રા વૈશાલી ભાવસાર, પ્રા. નેહા દરજી, પ્રા.ખ્યાતિ ચૌધરી એ સક્રિય યોગદાન આપ્યુ હતું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ