વરાછામાં જુગાર રમતા ચાર હીરા દલાલ અને 6 રત્ન કલાકાર ઝડપાયા
સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના વરાછા વિસ્તારમાં આવેલ અંબિકા નગરમાં મકાનના ધાબા પર જુગાર રમતા 10 જેટલા રત્ના કલાકારો અને હીરા દલાલને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 87,000 રોકડા જપ્ત કરી તમામની જુગારધારા ધરપકડ કરી ગુનો દાખલ કર
વરાછામાં જુગાર રમતા ચાર હીરા દલાલ અને 6 રત્ન કલાકાર ઝડપાયા


સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના વરાછા વિસ્તારમાં આવેલ અંબિકા નગરમાં મકાનના ધાબા પર જુગાર રમતા 10 જેટલા રત્ના કલાકારો અને હીરા દલાલને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 87,000 રોકડા જપ્ત કરી તમામની જુગારધારા ધરપકડ કરી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વરાછા પોલીસના બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં આવેલ અંબિકા નગર પ્લોટ નંબર બી 15 ના મકાનના ધાબા પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર છાપો માર્યો હતો. આ દરમિયાન અગાસી પર જુગાર રમતા કુલ ચાર હીરા દલાલ અને 6 રત્નકલાકાર મળી 10 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે જિગ્નેશભાઇ ભીખુભાઇ ગજેરા (રહે-ઘર નં.૨૫ દીવાળીનગર સોસાયટી એલ.એચ.રોડ વરાછા), પરેશભાઇ જગદીશભાઇ ડોબરીયા (રહે-ઘર નં.18 ચામુંડાનગર સોસાયટી ક્રિષ્ણાપાર્કની બાજુમા સીમાડા નાકા સરથાણા), જશુભાઇ ગોબરભાઇ કાતરીયા (રહે-ઘર નં.બી/13 સુર્યદર્શન સોસાયટી વાવ ગામ તા-કામરેજ જી-સુરત), અશોકભાઇ વલ્લભભાઇ પટેલ (રહે-ઘર નં.173 દાનગીગેવ સોસાયટી માત્રુશક્તિ પાસે પુણાગામ), મુકેશભાઇ ભુપતભાઇ નાકરાણી (રહે-ઘર નં.સી/901 એપલ હાઇટસ સુદામા ચોક પાસે મોટા વરાછા ઉત્રાણ સુરત), નરેશભાઇ મનુભાઇ બુટાણી (રહે-ઘર નં.302 વૈકુંઠ એપા.નંદ ચોક મોટા વરાછા ઉત્રાણ), અરવિંદભાઇ ધિરૂભાઇ વાડદોરીયા (રહે-ઘર નં.17 દેવજીનગર સોસાયટી-1 એ.કે.રોડ વરાછા), રમણીકભાઇ કનુભાઇ ગજેરા (રહે-ઘર નં.ઇ/2 ફલેટ નં.102 અભિષેક રેસીડેન્સી સુદામા ચોક પાસે મોટા વરાછા ઉત્રાણ), રાજુભાઇ ભવનભાઇ વેકરીયા (રહે-ઘર નં.34 સત્યનારાયણ સોસાયટી મુર્ઘા કેંદ્ર પાસે કાપોદ્રા) અને અશ્વીનભાઇ દયાળભાઇ માંડણકા (રહે-ઘર નં.4 ધડુકનગર સોસાયટી બંબા ગેટ પાસે કાપોદ્રા)ને ઝડપી પાડી પોલીસે તમામની અંગઝડતી લેતા રોકડા રૂપિયા 85,890 તથા ઉપરના રોકડા રૂપિયા 1900 મળી કુલ રૂપિયા 87,790 નો મુદ્દામાલ પોલીસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande